તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એલર્ટ:'તૌકતે' વાવાઝોડા સંદર્ભે હળવદમાં તંત્ર એલર્ટ પર, કર્મચારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા તાકીદ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
'તૌકતે' વાવાઝોડા સંદર્ભે હળવદમાં તંત્ર એલર્ટ પર, કર્મચારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા તાકીદ - Divya Bhaskar
'તૌકતે' વાવાઝોડા સંદર્ભે હળવદમાં તંત્ર એલર્ટ પર, કર્મચારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા તાકીદ
  • હળવદના મદદનીશ કલેકટરની અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં તાલુકાના અધિકારીઓ હાજર

તૌકતે વાવાઝોડાની સંભાવના વચ્ચે હળવદ મામલતદાર કચેરી ખાતે મદદનીશ કલેકટરના અધ્યક્ષ સ્થાને તાલુકાના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવાઝોડાની અસરના ભાગરૂપે કર્મચારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા તાકીદ કરાઇ છે. સાથે જ સલામતીની કામગીરી સમયે કોવિડ પ્રોટોકોલનું કડકપણે પાલન કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

તલાટી મંત્રીઓને 14 થી 20 મે સુધી હેડક્વાર્ટર નહીં છોડવા જણાવ્યું

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા હવાના હળવા દબાણને પગલે સંભવિત ‘તૌકતે’ વાવાઝોડું આગામી દિવસોમાં ગુજરાત સહિત કેટલા રાજ્યોના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. વાવાઝોડાના ખતરાને પગલે અગમચેતીરૂપે હળવદમાં મદદનીશ કલેકટરના અધ્યક્ષસ્થાને તાલુકાના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓને 14 થી 20 મે સુધી હેડક્વાર્ટર નહીં છોડવા સૂચનાઓ અપાઈ છે. સાથે હળવદ અડીને આવેલા રણમાં મજૂરીકામ કરતા અગરિયાઓને પાંચ દિવસ પરત બોલાવી લેવા પણ સોલ્ટ એસોસિએશનના પ્રમુખને જણાવાયું છે.

આ બેઠકમાં આસિસ્ટન્ટ કલેકટર ગંગાસિંઘ, તાલુકા વિકાસ અધિકારી એ.જે.રાવલ, નાયબ મામલતદાર સી.જે.આચાર્ય, ટીપીઓ.એચ.વી.ભટ્ટ, સીડીપીઓ મમતાબેન રાવલ, પીજીવીસીએલના અધિકારી.એમ.પી.મહેતા, જે.ડી.સોલાણી, પાણી પુરવઠાના આર.ડી ભાડજા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટી, હળવદ સોલ્ટ એસોસિયેશનના પ્રમુખ ગોપાલભાઈ ઠક્કર હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...