સમસ્યા પુખ્ત થઈ છતાં ઉકેલ જડતો નથી:વઢવાણના ઠાકરનગરમાં 18 વર્ષથી ટેન્કરરાજ, પાલિકાએ 1 વર્ષથી પાઇપલાઇન નાખી પણ પાણી નથી આવતું

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વઢવાણમાં ઠાકનરગરમાં 18 વર્ષથી ટેન્કરરાજ ચાલી રહ્યું છે. પાલિકાએ 1 વર્ષથી પાઇપલાઇન નાખી છે પરંતુ પૂરતા ફોર્સથી પાણી પહોંચતું ન હોવાથી 70 જેટલા મકાનમાં રહેતા 300થી વધુ રહીશને ટેન્કરથી પાણી મગાવવું પડે છે. એક રહીશને 30 દિવસમાં 2 ટેન્કર મંગાવવાં પડે છેપાલિકામાંથી ટેન્કર ન મળે તો ખાનગી ટેન્કરના રૂ. 500 ચૂકવીને પાણી મેળવવું પડે છે.

આ અંગે મીનાબેન સુરેશભાઈ ધરેશા, લાબુબેન બીપીનભાઈ છાત્રોટીયા, રમાબેન લાલજીભાઈ શીશા સહિતના રહીશોએ જણાવ્યું કે, અમે રજૂઆતો કરીને હવે તો થાક્યા, આટલા વર્ષોથી સુવિધઓ પ્રાપ્ત થઇ નથી. પાલિકાએ પાણીની પાઇપલાઈનો 12 મહિનાથી નાંખી છે પરંતુ હજુ સુધી પાણીનું ટીંપુય આવ્યુ નથી. આ અંગે ચીફ ઓફિસર સાગરભાઈ રાડીયાએ જણાવ્યું કે, આ બાબતે તપાસ કરાવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...