તસ્કરો ઝડપાયા:ધ્રાંગધ્રાના સોલડી ગામે સોલાર પ્લાન્ટમાં ચોરી કરનારા બે શખ્સોને તાલુકા પોલીસે ઝડપ્યા

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે આવેલા સોલાર પ્લાન્ટમાં કોઈ શખ્સો લાખ્ખો રૂા.નો કેબલ ચોરી ગયાની ફરિયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. અને પોલીસે બનાવ બન્યાના બે દિવસમાં જ આ ચોરી અંગે વેળાવદર (તા.વઢવાણ)ના દશરથ દાજીભાઈ ઝેઝરીયા અને તેને મદદગારી કરનારા કરસન ઉર્ફે કશો રામજીભાઈ થરેસાને રૂા. 1.28 લાખની કિંમતના ચોરીના 171 કિલો વાયર સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી કરી હતી.

વધુમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આ બનાવમાં વપરાયેલી રૂા. ત્રણ લાખની ઈકો કાર, રૂા. સાત હજારનો મોબાઈલ પણ કબ્જે કરીને ફરાર આરોપીઓ નિલેશ મનસુખભાઈ અને મહેશભાઈને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી હતી. હાલમાં તો ધ્રાંગધ્રાના સોલડી ગામે સોલાર પ્લાન્ટમાં ચોરી કરનારા બે શખ્સોને તાલુકા પોલીસે ઝબ્બે કરી આ કેસના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...