ચોટીલાના પિયાવા ગામે ફરજ બજાવનારા તલાટીના ઘરમાં વિદશી દારૂની બોટલ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ચકચારી ભર્યા બનાવમાં ઘરમાં દારૂ હોવાની તલાટીની પત્નીએ જ પોલીસને જાણ કરતા છાપો મારી તલાટીને પોલિસ દ્વારા ઝડપી લેવાયો હતો. આ અંગે તંત્ર કોઈ તલાટી કમ મંત્રી વિરુદ્ધ પગલાં ભરશે કે કેમ તેવા સવાલો લોકોમાં વહેતા થયા હતા. આ અંગે તંત્ર કોઈ તલાટી કમ મંત્રી વિરુદ્ધ પગલાં ભરશે કે કેમ તેવા સવાલો લોકોમાં વહેતા થયા હતા.
ચોટીલાના પિયાવા ગામે તલાટી તરીકે ફરજ બનાવનાર તલાટીની પત્નીએ ઘરમાં હોવાની જાણ કરતા કરતા પોલીસે છાપો મારતા સ્થળ પર તલાટી સહિત એક વિદેશી દારૂ બિયરનું ટીન મળી આવતા કાર્યવાહી હાથ ધરી હતી.
ચોટીલા પિયાવા ગામ સહિત ગામડાઓમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા વિજય વશરામભાઇ તલાટીના પત્નીએ ઘરમાં દારૂ હોવાની પોલીસને જાણ કરતા પોલીસે છાપો મારતા એક ઈંગ્લીશ દારૂ બિયરનું ટીન મળી આવતા તલાટી કમ મંત્રીને ઝડપી લઈને આગળ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની ગામડાઓમાં વાત વહેતા હવે તંત્ર શુ આ અંગે તલાટી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તેવા સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.