રજૂઆત:સાત હજાની વસ્તી ધરાવતા હળવદના ટીકર ગામનો તલાટી બે વર્ષથી અનિયમિત, બદલી કરવા માંગ કરાઇ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાત હજાની વસ્તી ધરાવતા હળવદના ટીકર ગામનો તલાટી બે વર્ષથી અનિયમિત, બદલી કરવા માંગ કરાઇ - Divya Bhaskar
સાત હજાની વસ્તી ધરાવતા હળવદના ટીકર ગામનો તલાટી બે વર્ષથી અનિયમિત, બદલી કરવા માંગ કરાઇ
  • ગ્રામજનોને તલાટીનું કામ હોય ત્યારે ગોતવા નિકળવું પડે છે
  • જાગૃત નાગરિકે તાલુકા વિકાસ અધિકારીને લેખીતમાં રજૂઆત કરી

હળવદ તાલુકાના ટીકર ગામે પાછલા બે વર્ષથી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી નિયમિત હાજર ન રહેતા હોવાથી અને જ્યારે ગ્રામજનોને પંચાયતનું કોઈ કામ પડે તો તલાટી મંત્રીને ગોતવા જવા પડતા હોવાની સમસ્યાને લઇ ટીકર જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખીત રજૂઆત કરી તલાટીની તાત્કાલિક બદલી કરવા જણાવાયું છે.

આશરે સાત હજાની વસ્તી ધરાવતા ટીકર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સાગર વરસડાની બે વર્ષથી ટીકર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તલાટી દ્વારા દ્વારા કોઈ જાતની કામગીરી કરાતા અને પંચાયતમાં કોઈ દિવસ આવતા ન આવતાં ગ્રામજનોને અવારનવાર જરૂરી કામ માટે ભારે તકલીફ વેઠવી પડી રહી છે.

આ બાબતની અગાઉ ઘણી વખત લેખીત રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં પણ કોઇ કાર્યવાહી કરાતી નથી. જેથી આ તલાટીની તાત્કાલિક ધોરણે કરી બીજા તલાટીની નિમણૂક કરવા તાલુકા વિકાસ અધિકારીને ટીકર જિલ્લા પંચાયતના સદસ્ય સરોજબેન ધર્મેન્દ્રભાઈ પટેલે લેખીતમાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...