કલેક્ટરને રજૂઆત:રિવરફ્રન્ટ પર થયેલા ગેરકાયદે દબાણને દૂર કરવા કડક પગલાં લો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની કલેક્ટરમાં રજૂઆત

સુરેન્દ્રનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના જિલ્લા અધ્યક્ષ વસંતભાઇ પટેલ, જિલ્લા કાર્યાધ્યક્ષ કનુભાઇ દવે, રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી જગદીશભાઇ વડોદરીયા સહિત આગેવાનોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. જે મુજબ સુરેન્દ્રનગરમાંથી પસાર થતા સ્વ.વિપીનભાઇ ટોળિયા રિવરફ્રન્ટ પર ગેરકાયદે દબાણ કરાયું છે. જેના અનુસંધાને 15-11-2021ના રોજ રજૂઆત કરી હતી.

રિવરફ્ન્ટ પરના હિન્દુઓના તમામ દબાણ હટાવાયા પણ વિધર્મીઓના દબાણ હટાવાયા નહોતા. તેમના દબાણ હટાવવા મામલતદારે હુકમ કર્યો તો તે અનુસંધાને કોંગ્રેસી આગેવાનો સાથે રાખી દબાણકર્તાઓએ દબાણ નહીં હટાવવા અને તેના પર સ્ટે લાવવા આવેદન અપાયું છે.

રજૂઆતમાં જણાવ્યું કે તેઓ વિચરતિ જાતિમાં આવે છે અને 1972માં પાલિકાએ આ જમીન ફાળવી છે. તેઓ વિચરતિ જાતિમાં નથી આવતા, પાલિકને કોઇને પણ જમીન આપવાનો હક્ક હતો જ નહીં. આ બદઇરાદે સ્ટે લાવીને જમીન પરના દબાણ કરી પચાવી પાડવા કરાઇ રહ્યું છે. ગેરકાયદે દબાણ હટાવવા હુકમ કરવા માગ છે જો તેમ નહીં કરાય તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...