DB ઈમ્પેક્ટ:પાટડીના સરકારી પુસ્તકાલયમાં પાણી પડતું હોવાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, લાઈબ્રેરી માટે નવી જગ્યા ફાળવવાનો નિર્ણય

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટડીની સરકારી લાઇબ્રેરીમાં વરસાદી પાણી ભરાયાના દિવ્યભાસ્કરના અહેવાલનો પ્રચંડ પડઘો પડ્યો

પાટડીની સરકારી લાઇબ્રેરીમાં વરસાદી પાણી ભરાયાના DB ડિજિટલનાના તા.28મી જુલાઇના અહેવાલનો પ્રચંડ પડઘો પડ્યો હતો. જેમાં પાટડીમાં સરકારી પુસ્તકાલય માટે નવી જગ્યા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગ્રંથપાલની સમયસૂચકતાના કારણે વરસાદી પાણીમાં પુસ્તકો અને અન્ય વસ્તુઓને મોટું નુકશાન થાય તે અગાઉ જ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

કોમર્શિયલ કોમ્પલેક્મસમાં ચાલે છે પુસ્તકાલય
પાટડીમાં સરકારી પુસ્તકાલય હાલ પાટડી કોર્મશિયલ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે ભાડાના મકાનમાં ચાલતુ હતુ. જ્યાં છતમાંથી વરસાદી પાણી ટપકવાના કારણે પાટડીની સરકારી લાયબ્રેરીમાં વરસાદી પાણીમાં ગરકાવ થવાની સાથે આ પુસ્તકાલય કોમ્પલેક્ષના છેંક ત્રીજા માળે આવેલું હોવાથી ઉંમરલાયક લોકો પગથિયાં ચડી શકતા ન હોવાથી આ સરકારી પુસ્તકાલયનો ઉપયોગ કરી શકતા નહોતા. જે અંગેનો તસ્વીર સાથેનો વિસ્તૃત અહેવાલ તા. 28મી જુલાઇના DB ડિજિટલમાં આવ્યો હતો.

લાયબ્રેરી માટે નવી જગ્યા ફાળવવામાં આવશે
આ અહેવાલનો પ્રચંડ પડઘો પડતા આ સરકારી પુસ્તકાલયના મદદનીશ ગ્રંથપાલ ડો.અલ્કેશ મોદી દ્વારા પાટડી પ્રાંત અધિકારી રૂતુરાજસિંહ જાદવને રજૂઆત કરાતા પાટડી તાલુકા સેવા સદનની કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં સરકારી પુસ્તકાલય માટે મોટો રૂમ ફાળવવામાં આવ્યો હોવાનો માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા પત્ર સુપરત કરવામાં આવતા પાટડીના સિનીયર સીટીઝન અને પુસ્તક પ્રેમીઓમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.

જ્યારે ગ્રંથપાલની સમયસૂચકતાના કારણે વરસાદી પાણીમાં પુસ્તકો અને અન્ય વસ્તુઓને મોટું નુકશાન થાય તે અગાઉ જ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે આ અંગે પાટડી સરકારી પુસ્તકાલયના ગ્રંથપાલ ડો.અલ્કેશ મોદીએ જણાવ્યું કે, આગામી થોડા દિવસોમાં આ સરકારી પુસ્તકાલય નવી જગ્યા પર શિફ્ટ કરવામાં આવશે. જેથી તમામ સમસ્યાનો અંત આવી જશે.

અન્ય સમાચારો પણ છે...