તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગરના દસાડા-શંખેશ્વર અને પાટડીના ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી સ્વીફ્ટ કારને આંતરીને તલાશી લીધી હતી. જેમાં દસાડા પોલીસ વિદેશી દારૂની બોટલો નંગ- 350, કાર અને 3 મોબાઇલ સાથે કુલ રૂ. 3.89 લાખના મુદામાલ સાથે બે આરોપીઓને ઝબ્બે કર્યા હતા.
સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રોહિબીશનની અસરકારક કામગીરીની સ્પષ્ટ સુચનાને ધ્યાનમાં રાખીને ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવાધાના માર્ગદર્શન નીચે દસાડા પીએસઆઇ જી.એન.શ્યારા, દાનુભાઇ રંજીયા, મનીષભાઇ અઘારા, ઇશ્વરભાઇ, લીલાભાઇ ગોયલ, દિપકભાઇ અને ભરતભાઇ સહિતના પોલિસ સ્ટાફ દ્વારા અગાઉથી મળેલી બાતમીના આધારે દસાડા-શંખેશ્વર અને પાટડીના ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલી સફેદ કલરની મારૂતી સ્વીફ્ટ કાર નં. GJ-05-JM-4412ને દસાડા પોલીસ આંતરતા કાર ચાલકે કાવુ મારીને દસાડાથી માંડલ તરફ કાર ભગાવતા કારનો પીછો કરી માંડલ અને વિરમગામ પોલિસનો સાથ લઇ ઝુંધ પાસેના રેલ્વે ફાટક કારને આંતરીને તલાશી લેવામાં આવી હતી.
દસાડા પોલીસ કારમાંથી 750 એમએલની વિદેશી દારૂની બોટલો નંગ- 350, કિંમત રૂ. 1,31,250 તથા સ્વીફ્ટ કાર કિંમત રૂ. 2,50,000 તથા મોબાઇલ નંગ 3, કિંમત રૂ. 8500 મળી કુલ રૂ. 3,89,750ના મુદામાલ સાથે મનોજકુમાર રામલાલ રબારી (દેવાશી) ઉંમર 25 વર્ષ અને નાગજીરામ છોગારામ ચૌધરી, ઉંમર 28 વર્ષ, રહે- બંને સાંચોર, જી. ઝાલોર (રાજસ્થાન)ને પકડી પાડી બંને આરોપીઓના કોવિડ- 19નો રીપોર્ટ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલિસ મથકના પીએસઆઇ જી.એન.શ્યારા ચલાવી રહ્યાં છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.