સરકારે ગ્રાન્ટકાપનો નિર્ણય લીધો:સ્વર્ણિમ કપાસ : સંયુક્ત પાલિકાએ 10 વર્ષથી વીજ બિલ ન ભરતાં ગ્રાન્ટમાંથી અઢી કરોડ કપાઈ ગયા

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવું 32 કરોડ થઈ જતાં રાજ્ય સરકારે ગ્રાન્ટકાપનો નિર્ણય લીધો

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા શહેરની જનતાને વર્તમાન સમયે જે પાણી વિતરણ કરે છે તે વૉટર વર્ક્સ સહિતના વીજળીનું દર મહિને રૂ. 50 લાખથી વધુનું બિલ આવે છે પરંતુ પાલિકાએ 10 વર્ષથી વધુ સમયથી વીજ કંપનીને બિલ ન ચુકવતાં આ દેવું 32 કરોડને પાર થઈ ગયું છે. પાલિકા વીજ કંપનીને નાણાં ન ભરતી હોવાને કારણે સરકારે તાજેતરમાં પાલિકાને જે સ્વર્ણિમની ગ્રાન્ટની ફાળવવાની હતી, તેમાંથી રૂ. 2.50 કરોડની માતબર રકમ કાપીને વીજકંપનીને ચૂકવી દીધી હતી.

દરેક પાલિકા માટે સરકારે આ નિર્ણય કર્યો છે
ચીફ ઓફિસર રાદડિયાના જણાવ્યાનુસાર, સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાનું વીજબિલ 10 વર્ષથી ખેંચાતું આવે છે. જોકે આ પ્રશ્ન ગુજરાતની તમામ પાલિકાઓમાં છે. આથી સરકારે નિર્ણય કર્યો છે કે પાલિકાને મળતી ગ્રાન્ટમાંથી વીજ બિલ પેટે રકમ કાપી લેવી તે મુજબ આપણી પાલિકાની રકમ કાપી લેવામાં આવી છે.
દર મહિને રૂ. 8 લાખ પણ ગ્રાન્ટમાંથી કાપી લે છે
સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકા વીજ બિલનાં નાણાં ન ભરતી હોઈ સરકારે 2005-2006માં સેટલમેન્ટ યોજના અમલી બનાવી હતી, જે અંતર્ગત પાલિકાની ગ્રાન્ટમાંથી દર મહિને રૂ. 8 લાખ કાપી લેવામાં આવે છે.
નર્મદાનાં નીરનાં પણ નાણાં ભરવાની બાકી છે
સંયુક્ત પાલિકા વર્તમાન સમયે શહેરીજનોને જે નર્મદાનું નીરનું વિતરિત કરી રહી છે, તે પાણી નર્મદા નિગમ મફતમાં નથી આપતું. પાલિકા પાસેથી તેનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં પાલિકાને નર્મદાનાં નીરના નિગમને રૂ. 36 કરોડ ભરવાના બાકી છે. આ નાણા પણ જો ગ્રાન્ટ માંથી કાપી લે તો પાલિકાનાં વિકાસ કામોને અસર થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...