તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લુઝિવ:સુરેન્દ્રનગરમાંથી 384 કટ્ટા ઘઉં, 240 કટ્ટા ચોખાનો શંકાસ્પદ જથ્થો પકડાયો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાંથી સરકારી માર્કા સાથેના બારદાનમાં ભરેલા ઘઉં, ચોખાનો જથ્થો મામલતદારે પકડી પડ્યો. - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાંથી સરકારી માર્કા સાથેના બારદાનમાં ભરેલા ઘઉં, ચોખાનો જથ્થો મામલતદારે પકડી પડ્યો.
  • ગરીબોના 19200 કિલો ઘઉં અને 12 હજાર કિલો ચોખા કોણ ખાવાનું હતું?
  • GCILના માર્કાવાળા કટ્ટામાં ટેકાના ભાવે ખરીદાયેલું અનાજ હોવાની ચર્ચા

સુરેન્દ્રનગરના સિટી મામલતદારની ટીમે પતરાવાળી હોટેલ પાસેથી 384 કટ્ટા (19,200 કિલો) ઘઉં અને 240 કટ્ટા (12,000 કિલો) ચોખા ભરેલી આઇશર પકડી લીધી હતી. જીસીઆઈએલના માર્કાવાળા કટ્ટા જપ્ત કરી અનાજનો જથ્થો ક્યાંથી વગે કરાતો હતો તેની તપાસ શરૂ થઈ છે. આ જથ્થો સરકારે ખેડૂતો પાસેથી ખરીદેલા ટેકાના ભાવના ઘઉં હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી. જિલ્લામાં આ વર્ષે ઘઉંનું ખૂબ સારું ઉત્પાદન થયું છે. આથી સરકાર દ્વારા જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં કેન્દ્ર ખોલીને ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરી હતી.

દરમિયાન સિટી મામલતદાર એન.એચ.પરમાર પોતાની ટીમ સાથે શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને હકીકત મળી હતી કે પતરાવાળી હોટલ પાસેથી પસાર થતી આઇસર ગાડીમાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો છે. આથી મામલતદારની ટીમે આઇસરને આંતરીને તલાસી લીધી હતી. જેમાં 384 કટા ઘઉંના અને 240 કટા ચોખાના મળી આવ્યા હતા. આ અનાજનો જથ્થો ક્યાંથી લાગ્યા તે અંગે ડ્રાઇવર યોગ્ય જવાબ આપી શકયો ન હતો કે તેની પાસે જરૂરી કાગળો પણ ન હતા. આથી તમામ જથ્થો સિઝ કરી દેવામાં આવ્યો હતો.

જે જથ્થો સિઝ કરવામાં આવ્યો છે તેમાં જે ઘઉંના કટ્ટા છે તેના ઉપર સરકારી માર્કા સાથે સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લખેલા બારદાન છે. આ જથ્થો તો સરકારના અંડરમાં હોય છે. તો સરકારી માર્કા સાથેની ઘઉં કયા લઇ જવામાં આવતા હતા. શું આ જથ્થો ચોરેલો છે અને જો ચોરેલો હોય તો આવડો મોટો ગુનો કોણે અને કોના કહેવાથી કર્યો છે તે બાબતની તપાસ કરવામાં આવે તો મોટુ કૌભાંડ બહાર આવી શકે છે. તમામ જથ્થો સવારે પકડી લીધો છે.

છતા હજુ સુધી કોઇ ફરિયાદ કેમ દાખલ કરવામાં આવી નથી. આ બાબત પણ કુલડીમાં ગોળ ભાંગી સબ સલામત હોવાનો રિપોર્ટ કરવામાં આવે તેવી શંકા ઉપજાવે છે. આ બાબતે સિટી મામલતદાર એન.એચ.પરમારે જણાવ્યુ કે ઘઉં અને ચોખાનો જથ્થો સિઝ કરીને ગોડાઉન ખાતે રાખવામાં આવ્યો છે. ડ્રાઇવરનું કહેવું છે કે ઘઉંના અમુક કટ્ટા સુરેન્દ્રનગરમાંથી કોઇના ઘરેથી ભર્યા છે. તેમ છતા આ બાબતે હજુ તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...