સુરેન્દ્રનગરના આંબેડકર ચોક રાજહોટલ વિસ્તારમાં લોકોની મોટા પ્રમાણમાં અવરજવર રહે છે. ત્યારે શુક્રવારે બપોરના સમયે રિક્ષા બેસેલી યુવતીએ સુરેન્દ્રનગર -વઢવાણ-દૂધરેજ પાલિકાની મહિલા કર્મીના સોનાનો ચેન અને બુંટીયા ચોરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા કર્મી ઉગરીબેને હિંમત દાખવીને ચાલુ રિક્ષાએ યુવતીનો સામનો કરીને પડકારી હતી.
આ દરમિયાન એલસીબી પોલીસ ટીમ દોડી આવતા આ શંકાસ્પદ યુવતીને દબોચી લીધી હતી. યુવતીની પૂછપરછ કરતા તે રાજસ્થાનના ભરતપુર જિલ્લાની 25 વર્ષના અંજલી ઉર્ફે રંજની વિક્રમભાઈ રાજપુત હોવાનું જણાવ્યુ હતુ. હાલ આ બનાવમાં એલસીબીના એન.ડી.ચુડાસમાએ શંકાસ્પદ યુવતી સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી યુવતીની ધરપકડ કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.