તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સુરસાગર ડેરીએ 22 મૃત સભાસદના પરિવારોને 45 હજાર લેખે રૂ. 8.80 લાખની સહાય કરી

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરસાગર ડેરીના મૃત્યુ પામેલ સભાસદોના વારસદારોને ચેક અર્પણ કરાયા હતા. - Divya Bhaskar
સુરસાગર ડેરીના મૃત્યુ પામેલ સભાસદોના વારસદારોને ચેક અર્પણ કરાયા હતા.
 • દૂધ મંડળીઓના સભાસદોના મૃત્યુના પ્રસંગમાં સુરસાગર ડેરી પરિવાર સહભાગી, બાબાભાઈ ભરવાડ

સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીની સભાસદ મરણોતર સહાય યોજના અંતર્ગત મૃત્યુ પામનાર 22 સભાસદોના વારસદારોને ચેરમેન બાબાભાઇ ભરવાડના હસ્તે 45 હજાર લેખે રૂ.8.80 લાખના ચેક અર્પણ કરાયા હતા. જ્યારે ગૃપ પર્સનલ અકસ્માત વિમા યોજના અંતર્ગત 1 મૃતક પશુપાલકના વારસદારને 1 લાખનો ચેક અર્પણ કરાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામોમાં દુધ સહકારી મંડળીઓ રચી તેના મારફત દુધ સંપાદન થકી જિલ્લામાં શ્વેતક્રાંતિ સુરસાગર ડેરીએ સર્જી છે. ડેરી સાથે જોડાયેલ 1.30 લાખ પશુપાલકો જોડાયેલ છે

આ દુધમંડળીઓના સભાસદો પૈકી કોઇ પણ સભાસદનું મૃત્યુ થાય ત્યારે તેના પરીવારને દુધ સંઘના સ્વભંડોળમાંથી ચલાવાતી સભાસદ મરણોતર સહાય યોજના અંતર્ગત વારસદારને 40 હજારની સહાય કરાય છે. ત્યારે વર્ષ 1-4-21થી મૃત્યુ પામનાર વારસદારોને આ યોજનામા 5 હજાર વધારી 45 હજારની સહાય કરાય છે. ચેરમેન બાબાભાઇએ જણાવ્યું કે દુધ મંડળીઓના સભાસદોના મૃત્યુના દુ:ખદ પ્રસંગમાં સુરસાગરડેરી હંમેશા સહભાગી છે.

આ યોજનાનો વધુમાં વધુ સભાસદોને લાભ મળે તથા સહાયથી વંચીત ન રહી જાય તે માટે મંત્રીઓએ ખાસ કાળજી રાખવા અપીલ કરી હતી. મેનેજીંગ ડીરેક્ટર ગુરદીતસિંહે દુધ સંધ થકી ચાલતી તમામ યોજનાઓનો લાભ મળે માટે માર્ગદર્શન આપી ચાલુ વર્ષે મરણોતર સહાય યોજના અંતર્ગત 142 સભાસદોના વારસદારોને રૂ.53.80 લાખની સહાય ચુકવાયા અને જનશ્રી વિમા યોજના અંતર્ગત 89 પશુપાલકોના વારસદારોને રૂ.35.60 લાખ સીધા બેંક એકાઉન્ટમાં એલઆઇસી દ્વારા જમાકરાવ્યાનું જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો