ઉજવણી:સુરેન્દ્રનગરની સૌથી પ્રાચીન ઝીંઝુવાડા કન્યાશાળાને 133 વર્ષ પૂર્ણ, 75 દીકરીઓએ ભારતમાતાની આરતી ઉતારી

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઝાદી પહેલા ઝીંઝુવાડા સ્ટેટમાં કન્યા કેળવણીને એટલું જ મહત્વ આપવામાં આવતું હતુ.

સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી પ્રાચીન એવી ઝીંઝુવાડા કન્યાશાળાને 1લી ઓગષ્ટે 133 વર્ષ પુરા થતાં 75 દીકરીઓ દ્વારા ભારતમાતાની આરતી ઉતારવામાં આવી હતી. અને શાળાના બાળકો દ્વારા તલવાર રાસ, ગરબો અને દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આઝાદી પહેલા ઝીંઝુવાડા સ્ટેટમાં કન્યા કેળવણીને એટલું જ મહત્વ આપવામાં આવતું હતુ.

1લી ઓગષ્ટ 1889ના રોજ ગામમાં કન્યાશાળાની શરૂઆત કરવામાં આવી હતી
1947માં ભારત દેશ આઝાદ થયો એ પહેલા એટલે કે, આઝાદી પહેલા ઐતિહાસિક ઝીંઝુવાડા સ્ટેટમાં કન્યા કેળવણીને એટલું જ મહત્વ આપવામાં આવતું હતુ. 1લી ઓગષ્ટ 1889ના રોજ ઝીંઝુવાડા સ્ટેટ દ્વારા ગામમાં કન્યાશાળાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજ રોજ 1લી ઓગષ્ટ 2022ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી પ્રાચીન એવી ઝીંઝુવાડા કન્યાશાળાને 133 વર્ષ પુરા થતાં 75 દીકરીઓ દ્વારા ભારતમાતાની આરતી ઉતારવામાં આવી હતી.

75 દીકરીઓ દ્વારા આન, બાન અને શાનથી ભારતમાતાની આરતી ઉતારવામાં આવી
પાટડી તાલુકાની શ્રી કન્યાશાળા ઝીંઝુવાડા મુકામે આજરોજ શાળા જન્મોત્સવ, આઝાદીનો અમૃત મહોત્સવ અને હર ઘર ત્રિરંગા કાર્યક્રમ પૂજ્ય સંત ભરતગીરી બાપુ, મોટી ચંદુર આશ્રમની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે 75 દીકરીઓ દ્વારા આન, બાન અને શાનથી ભારતમાતાની આરતી ઉતારવામાં આવી હતી અને શાળાના બાળકો દ્વારા તલવાર રાસ, ગરબો અને દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ઉદુભા ઝાલા, જયવીરસિંહ ઝાલા સહિત ગ્રામજનો અન્ય શાળાનાં આચાર્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં પૂજ્ય ભરતગીરી બાપુએ વાલીગણને શિક્ષણ,સંસ્કાર અને મુલ્યોની વાત કરી હતી. સાથે શિક્ષણ ત્રિધ્રુવી પ્રક્રિયા છે, એમાં વાલી,સમાજ અને શિક્ષકની ભૂમિકા સહિયારી છે તેની વિસ્તૃત સમજ આપી હતી. આ કાર્યક્રમમાં તમામ આમંત્રિત મંચસ્થ મહેમાનોનું ભાગવત ગીતા દ્વારા અનોખી રીતે સન્માન કરવામાં આવ્યું હતુ. જેથી ભગવત ગીતાંનું મહત્વ આમજન સુધી પહોંચે. આ કન્યાશાળાના આચાર્ય ભરતભાઈ પુરોહિત દ્વારા આભાર સાથે વાલીગણને એકમ કસોટી, G shala, સાપ્તાહિક મુલ્યાંકન કસોટી, Read Along અને દિક્ષા એપનો ઉપયોગ વધુમાં વધુ કરવા વિદ્યાર્થીઓ અને વાલીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

આ કન્યાશાળા અગાઉ કુમારશાળા હતી, જ્યાં ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ લીધું હતુ
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નામ સાંભળતાની સાથે જ "એ મારી જનનીના હૈયામાં, પોઢંતા પોઢંતા, એ અમે પીધો કસુંબીનો રંગ; હો રાજ મને લાગ્યો, કસુંબીનો રંગ" હૈયામાં અને હોંઠ પર આવી ચઢે. ત્યારે ગુજરાતના એક પણ વ્યક્તિને કદાચ ખબર નહીં હોય કે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામેં આવેલી કુમાર શાળામાં શિક્ષણ લીધુ હતુ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પિતા કાળીદાસ મેઘાણી અહીંના પોલRસ મથકમાં જમાદાર હતા. માહિતી ખાતા દ્વારા બહાર પડાયેલા પુસ્તક "શબ્દોના સૌદાગર" પુસ્તકમાં મેઘાણીના ઘડતર સાથે સંકળાયેલા સ્થળોના શીર્ષક હેઠળ નકશા સાથે વર્ણવેલુ છે, જે કદાચ ગુજરાતના જૂજ જ ઇતિહાસ પ્રેમી લોકોને ખબર હશે. બાદમાં આ કુમારશાળાને કન્યાશાળામાં રૂપાંતર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...