એલર્ટ:સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ 98 ટકા ભરાતા ઓવરફ્લો થવાના આરે, નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી

સુરેન્દ્રનગર શહેરના દૂધરેજ નગરપાલિકાના શહેરી વિસ્તારમાં આવેલો ધોળીધજા ડેમમાં સતત પાણી આવક રહેતા ડેમ ઓવરફ્લો થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. જેના કારણે આસપાસના ગામોને સાવધાન રહેવા જણાવી દેવાયું છે.

ધોળીધજા ડેમ 98 ટકા ભરાઈ ગયો છે
હાલ આ ધોળીધજા ડેમ 98 ટકા ભરાઈ ગયો છે. ડેમમાં પાણીની સપાટી 98 ટકાએ પહોંચતા જ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવર-જવર ન કરવાની સૂચના આપી દેવાઈ છે. લખતર ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે આ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. હાલ ડેમ પાણીની કુલ સપાટીથી માત્ર બે ટકા જ બાકી છે, જેના કારણે લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

કલેકટરે લોકોને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા સૂચના આપી
સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરે લોકોને નિંચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા સૂચના સાથે અપીલ કરી છે. ડેમ ઓવરફ્લો થવાની શક્તાઓને જોતા સુરેન્દ્રનગર શહેર, રતનપર, જોરાવરનગર, ખમીશણા, વઢવાણ,મેમકા, સાંકળી, ભડીયાદ, નાના કેરાળા અને શીયાણી આટલા ગામોને એલર્ટ કરાયા છે. તો બીજી તરફ ધોળીધજા ડેમનું પાણી રાજકોટ, મોરબી બોટાદ સહિતનાં જીલ્લામાં કેનાલ મારફતે જશે. ધોળીધજા ડેમ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરો તેમજ અન્ય જોડીયા શહેરો જોરાવરનગર અને રતનપર માટેનો મુખ્ય પાણીનો સ્ત્રોત છે.

અન્ય સમાચારો પણ છે...