ઝાલાવાડનું નામ રોશન કર્યું:સુરેન્દ્રનગરનાં દીકરી કૌન બનેગા કરોડપતિમાં ટોપ 10 સુધી પહોંચ્યા

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 લાખમાંથી પસંદગી પામેલા 50ને મુંબઇ બોલાવાયા હતા
  • આગામી 9 સપ્ટેબરે પ્રસારિત થનાર શોમાં જોવા મળશે

સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદ રહેતા મહિલાએ કૌન બનેગા કરોડ પતિ શોમાં ભાગ લેવા માટે પ્રયાસ કર્યો હતો. જેમાં દેશભરના 25 લાખથી વધુ કન્ટેન્સ્ટન્ટમાંથી 50 લોકોને મુંબઇ લઇ જવાયા હતા.જ્યાં જીકે સહિત ટેસ્ટ પાસ કરી ટોપ ટેનમાં સુરેન્દ્રનગરના દીકરી પહોંચી ઝાલાવાડનું નામ રોશન કર્યું છે.

મૂળ સુરેન્દ્રનગરના વણાના ઉતારે મોરબીનો વાંક શેરીનં.7ના અને હાલ અમદાવાદ રહેતા અનીલાબેન ચૌધરીએ કેબીસી ટોપટેનમાં પહોંચી ઝાલાવાડનું નામ રોશન કર્યું છે. અનીલાબેને જણાવ્યું હું મૂળ સુરેન્દ્રનગરના વાણાના ઉતારો મોરબીનો વાંક શેરીનં.4માં રહી છું.

હાલ અમદાવાદ રહું છું, દૂરદર્શન રાજકોટમાં આસિ.ડિરેક્ટર પરથી હાલ નિવૃત્ત છું અને ગુજરાત યુનિ.માં પત્રકારિતાના વિદ્યાર્થીઓને અભ્યાસની સેવા આપું છું. મેં 2 વખત કેબીસીમાં ટ્રાય કરી હતી પ્રથમ ટ્રાયે ઇન્ટરવ્યૂ સુધી પહોંચી, પરંતુ આ વર્ષ પ્રયાસ ચાલુ રાખ્યો હતો.જેમાં દેશના 25 લાખ લોકોની જીકે ટેસ્ટ બાદ 50 લોકોને મુંબઇ પર્સનલ ઇન્ટરવ્યૂ અને બીજી જીકે ટેસ્ટ લેવાઇ જેમાં મારું સિલેક્શન ટોપ ટેનમાં થયું હતું. આગામી ત.9ના રોજ આ શો ટેલિકાસ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...