તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગવી કોઠા સૂઝ:સુરેન્દ્રનગરના બજાણાના 12 પાસ યુવાને ભંગાર પેટ્રોલ બાઇકમાંથી ડીઝલ બુલેટ બનાવ્યું, બાઇક 70થી 75 કિ.મી.ની એવરેજ આપશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવાનની ઇચ્છા રણમાં આગામી દિવસોમાં તેણે બનાવેલા બુલેટ દોડતા થાય એવી છે
 • યુટ્યુબમાં જોઇ જોઇને જૂના અને ભંગાર થઇ ગયેલા બુલેટનો સામાન મેળવ્યો

ગુજરાતનાં ખુણેખુણાના ગામડાઓમાં અનોખી પ્રતિભાઓ ધરોબાયેલી પડી છે. જેનું તાદ્રશ્ય ઉદાહરણ સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના બજાણા ગામના માત્ર 12 ચોપડી પાસ યુવાને પોતાની આગવી કોઠાસૂઝથી વર્ષો જૂની ભંગારમાં પડેલી પેટ્રોલ બાઇકમાંથી 70થી 75 કિ.મી.ની એવરેજ આપતુ મોડીફાય કરેલું ડીઝલ બુલેટ બનાવ્યું છે. આ યુવાનની ઇચ્છા આગામી દિવસોમાં એણે બનાવેલા ડિઝલ બુલેટો દોડતા થાય એવી છે.

3થી 4 મહિનામાં જ 70થી 75 કિ.મી.ની એવરેજ આપતું ડિઝલ બુલેટ બનાવ્યું

હિમાલય પર જઇને બરફ વેચી આવવા સુધીના દ્રઢ સંકલ્પ ધરાવતા બજાણા ગામના માત્ર 12 ચોપડી પાસ ઇમરાન મલેકે પોતાની આગવી કોઠા સૂઝથી પોતાની પાસે પડેલા વર્ષો જૂના ભંગાર પેટ્રોલ બાઇકને મોડીફાય કરીને પોતાના માટે અત્યાધુનિક ડીઝલ બુલેટ બનાવવામાં સફળતા મેળવી છે. બજાણાના ઇમરાન મલેકે આ પ્રોજેક્ટ પાછળ રોજના બે કલાક ફાળવી 3થી 4 મહિનામાં જ 70થી 75 કિ.મી.ની એવરેજ આપતું ડીઝલ બુલેટ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.

આગામી દિવસોમાં હાર્લિ ડેવિશન જેવી ડિઝલ બુલેટ બનાવવાની ઇચ્છા

આ અંગે બજાણાના ઇમરાન મલેકે જણાવ્યું કે, જેમ પહાડી વિસ્તારોમાં લોકોમાં બુલેટ ચલાવવાનો આગવો ક્રેઝ હોય છે. એમ મારી ઇચ્છા છે કે, મારા બનાવેલા ડીઝલ બુલેટ રણમાં દોડતા જોવા મળે. આ કામમાં મારી મદદે ફેબ્રિકેશનના કામમાં રાજુ મીસ્ત્રી, બુલેટને કલરકામમાં ઇબ્રાહિમ અને ઓટોકેર સોફ્ટવેર માટે મારા મિત્ર શ્રીજેશ પંચાલે મદદ કરી હતી. આગામી દિવસોમાં મને હાર્લિ ડેવિશન જેવી ડીઝલ બુલેટ બનાવવાની ઇચ્છા છે.

ઓનલાઇન એસેસરીઝ મંગાવીને કામ કરતો ગયોને સફળતા મળતી ગઇ : ઇમરાન મલેક

બુલેટ ક્યારેય જૂનું થતું નથી. મેં યુટ્યુબમાં જોઇ જોઇને જૂના અને ભંગાર થઇ ગયેલા બુલેટનો સામાન અને ઓનલાઇન અને અમદાવાદ મીરઝાપુરથી એસેસરીઝ લાવી એને મોડીફાય કરીને ડીઝલ એન્જિન ફીટ કરીને નવુ બુલેટ બનાવવામાં મહેનત કરતો ગયો તેમ તેમ સફળતા મળતી ગઇ. અને 3-4 મહિનાની મહેનત રંગ લાવ્યા બાદ અત્યાધુનિક ડીઝલ બુલેટ તૈયાર થતાં ખુશીનો કોઇ પાર રહ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો