યોજના બની આશિર્વાદ:સુરેન્દ્રનગરની મહિલાને પેટમાં એપેન્ડિક્સની સાથે આંતરડામાં સેપ્ટિક થતાં નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
સુરેન્દ્રનગરની મહિલાને પેટમાં એપેન્ડિક્સની સાથે આંતરડામાં સેપ્ટિક થતાં નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું
  • સરકારની માં અમૃતમ કાર્ડ યોજના થકી મહિલાનું રૂ. 55 હજારનું ઓપરેશન મફતમાં કરાયું

ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ કાર્યરત છે. ત્યારે સરકારની માં અમૃતમ કાર્ડ થકી જરૂરીયાત લોકોને ઘર આંગણે લાભ મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના જોરાવરનગરના રહેવાસી જોશનાબેન પ્રજાપતિને અચાનક પેટમાં દુખાવો થતા તાત્કાલીક દવાખાને લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તપાસ કરાવતાં તેમણે એપેન્ડિક્સનું ઓપરેશન કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેનો ખર્ચ 55 હજાર રૂપિયા જેટલો થાય તેમ હતું. સાથે આ દર્દીને એપેન્ડિક્સની સાથે આંતરડામાં સેપ્ટિક પણ થયેલું, જેના કારણે દર્દીના જીવને જોખમ હતું અને તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેવું હતું.

ત્યારે મધ્યમ વર્ગના આ પરિવાર પાસે તાત્કાલિક રૂપિયા નીકળી શકે તેમ નહોતા. પણ હોસ્પિટલના ડોક્ટર દ્વારા દર્દીના પરિવારને પૂછવામાં આવ્યું હતું કે, તમારી પાસે માં કાર્ડ હોય તો આ ઓપરેશન નિઃશુલ્ક થઈ જશે. ત્યારે પરિવાર પાસે આ કાર્ડ હોવાથી આ ઓપરેશન નિ:શુલ્ક થયુ હતુ અને પરિવાર માટે માં કાર્ડ યોજના આશિર્વાદરૂપ સાબિત થઈ હતી. જેમાં ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓને સારી સારવાર મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...