પ્રાથમિક સુવિધાઓનો અભાવ:સુરેન્દ્રનગર વોર્ડ નં. 3ની સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા સ્થાનિકોમાં રોષ, ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીમાં ભૂગર્ભ ગટરોના પાણી ભરાઈ જતા લોકોને હાલાકી

સુરેન્દ્રનગર શહેરની વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં આવેલી નૂરે મોહમ્મદી સોસાયટી સહિતની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે વોર્ડ નંબર -3માં આવેલી સોસાયટીઓના સ્થાનિક રહીશોએ જો પાલિકા તંત્ર વિધાનસભાની ચૂંટણી સુધીમાં આ સોસાયટીમાં સુવિધા ઉપલબ્ધ નહીં કરાવે તો મતદાન બહિષ્કાર અંગેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સોસાયટીમાં રોગચાળો પણ ફાટી નીકળ્યો
શહેરની વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં આવેલી નૂરે મોહમ્મદી સોસાયટી સહિતની સોસાયટીઓમાં ભૂગર્ભ ગટરોના પાણી ઘરમાં ભરાઈ છે. કોમન પ્લોટમાં ભરાતા હોવાના કારણે સ્થાનિક લોકો દ્વારા વારંવાર પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ પરિસ્થિતિ ખરાબ બનતી જઈ રહી હોય અને લોકોના ઘરમાં ભૂગર્ભ ગટરોના પાણી ભરાયા હોવાના કારણે આ સોસાયટીમાં રોગચાળો પણ ફાટી નીકળ્યો છે. લોકોને જાહેર રોડ રસ્તાઓ ઉપરથી પણ પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. 56 કરોડ રૂપિયાના ખર્ચે પાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ કરવામાં આવ્યા છે. પરંતુ સ્થાનિક લોકોને ભૂગર્ભ ગટરના મામલે સમસ્યા હોવાનો રોષ વ્યાપ્યો છે.

સોસાયટીમાં સુવિધા ઉપલબ્ધ કરાવવાની માગ
​​​​​​​
શહેરની વોર્ડ નંબર -3માં આવેલી સોસાયટીઓના સ્થાનિક રહીશોએ જો પાલિકા તંત્ર વિધાનસભાની ચૂંટણી સુધીમાં આ સોસાયટીમાં સુવિધા ઉપલબ્ધ નહીં કરે તો મતદાન બહિષ્કાર અંગેની ચીમકી ઉચ્ચારી છે. તેમજ સુવિધા આપ્યા બાદ જ વોટ માંગવા સોસાયટીમાં આવવું તેવા સૂત્ર સ્થાનિક મહિલાઓ દ્વારા લગાવવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...