તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar, Wadhwan, Limbdi, Chuda, Thane, Muli Raids, 30 Gamblers Nabbed From Limbdi, Chuda, No Mobile Phone Found From Any 67 Gamblers Nabbed While 6 Absconding

જિલ્લામાં જુગારીઓ સામે કાર્યવાહી:સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, ચુડા, થાન, મૂળીમાં દરોડા, લીંબડી, ચુડામાંથી 30 જુગારી ઝડપાયા, એક પણ પાસેથી મોબાઇલ ફોન ન મળ્યો67 જુગારી ઝડપાયા જ્યારે 6 ફરાર

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
બળોલ, પરનાળાથી 13 જુગારી ઝડપાયા. - Divya Bhaskar
બળોલ, પરનાળાથી 13 જુગારી ઝડપાયા.
  • અલગ અલગ દરોડામાં 3,94,500નો મુદામાલ જપ્ત કરી જુગાર ધારાનો ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જુગારની બદીને નેસ્તો નાબુદ કરવા જિલ્લા પોલીસવડાની સૂચનાને લઇ પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી,ચુડા, થાન, મુળીમા દરોડા કરાતા 67 જુગારીઓ ઝડપાયા જ્યારે 6 જુગારીઓ ફરાર થઇ ગયા હતા.આ દરોડાઓમાંકુલ રૂ.3,94,500નો મુદામાલ જપ્ત કરાયો હતો. જ્યારે ઝડપાયેલ અને ફરાર થયેલા આરોપીઓ સામે જુગાર ધારા અંગે ગુનો નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લીંબડી અને ચુડામાંથી પકડાયેલા 30 શખ્સો માંથી એ પણ પાસે મોબાઇલ નહોતો મળી આવ્યો

જોરાવરનગર પોલીસ ટીમ જુગારની બદી અટકાવવાના કાર્યવાહીના ભાગરૂપે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વસ્તડી ગામની સીમમાં ડભુડીયા માર્ગે વાડી પાસે વોકળામાં ખુલ્લામાં ચાલતા જુગારમાં દરોડો કરતા જુગારીઓમાં નાસભાગ મચી હતી.આ દરોડામાં જેમા સોનગરા, જેઠા મોરી, રમેશ કણઝરીયા,અલ્પેશ સોનગરા, ભરત સોનગરાને ઝડપી પડી તેમની પાસેથી રોકડા રૂ.11,270 જપ્ત કરાયા હતા.

જ્યારે ફરાર થઇ ગયેલા વિજય મોરી, ભુદર સોનગરા, લધુ સોનગરા, નરેન્દ્રસિંહ ગોહિલ સામે જુગાર અંગેગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.આ કાર્યવાહીમાં પીએસઆઇ એન.એચ.કુરેશી, રાજેશભાઇ નારસંગભાઇ સહિત જોરાવરનગર પોલીસ ટીમ જોડાયા હતા.

વઢવાણ જીઆઇડીસી ફેઝ-1માં આવેલ સ્કાય બેવરેઝીસ સોડાના કારખાના પાસે બી-ડિવિઝન પોલીસના એએસઆઈ એસ.જી.ગોહિલને બાતમી મળતા જુગારની રેડ કરતા અશ્વિન મકવાણા, હિરેન મહેતા, ચંદ્રકાંત નારીયા, જયદીપ જાકાસણીયા અને સુરેશ ઉંધરેજાને 14200ની મત્તા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

લીંબડીના ચુનારાવાડમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપતીનો જુગાર રમતા દશરથ ઝીંઝુવાડીયા, ભાથુ ઝાડીયા, પ્રકાશ ડાભી, દિલીપ રાઠોડ અને પંકજ વાઘોડિયાને 4,680 રૂ.ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. લીંબડીના બોરણા ગામે બસ સ્ટેન્ડ રોડ પાસે જુગાર રમતા જીવણ લોલાડીયા, વિક્રમ લોલાડીયા, સહદેવ જીલાણી,હર્ષદ લોલાડીયા, વિશાલ લોલાડીયા, કાનજી લોલાડીયા,પ્રકાશ ભોજીયા, ગણપત લોલાડીયા અને ધર્મેન્દ્ર લોલાડીયાને 11,640 રૂ.ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

લીંબડીના બળોલ ગામના પાદરા પાસે જુગાર રમતા હરી પરમાર, કાંતિ ચાવડા, રમેશ દરજી, હિંમત પરમાર અને સિકંદર ખોખરને 10,110 રૂ.ની રોકડ રકમ સાથે ઝડપ્યા હતા. લીંબડીના પરનાળા ગામે ચારથળીના ચોકમાં જુગાર રમતા ઘનશ્યામ મીઠાપરા, નવઘણ મીઠાપરા, શંકર ધરજીયા, લાલજી ધરજીયા, યોગેશ ઝાપડીયા, ચેતન ધરજીયા, કુલદીપ મીઠાપરા, સંજય ધરજીયાને રૂ. 10,300ની રોકડ સાથે ઝડપ્યા હતા.

ચુડા આંબેડકર નગર-1માં તીનપતીનો જુગાર રમતા કુરબાન દિવાન, રમણીક કચીયા અને ચકા સરવૈયા12,750 રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

થાનગઢમાં વધતી જુગારની બદી અટકાવવા પોલીસે કાર્યવાહી કરતા ત્રણ દરોડામાં જુગારી ઝબ્બે કર્યા હતા. જેમાં પ્રથમ દરોડામાં થાન હરીનગરમાંથી ઘરમાંથી સુરેશ ઉર્ફે કેચુ,સજય ઘોડકીયા, મફત ઉર્ફે છોટુ, મુકેશ દલવાડી,કીરીટ ષરમાર, કાનજી હળવદીયા, પ્રકાશ પ્રજાપતી, મહેસ સાકરીયા, પ્રશાંત ગોસવામીને ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી રૂ.37,960 રોકડા, 6 મોબાઇલ કુલ રૂ.48,460 જપ્ત કરાયા હતા.

બીજા દરોડામાંરમેસભાઈની વાડી પાછળ ખુલા પટમા જુગાર રમતાઅરવીદ ડાભી, ભવાન બીજલ, અમરા કોળી,રાહુલ તેજાકેરાડીયા, સુરેસ કેરાડીયા, રમેશ માઘાભાઇ, વના ડાભી, રાજુ કોળીને રોકડા રૂ.59,230, મોબાઈલ સહિત રૂ.81,730નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ એએસઆઇ જયેશભાઇ પટેલ ચલાવી રહ્યા છે.

ત્રીજા દરોડામાં શહેરના હીરના ખુલીજગ્યામાં દરોડો કરતાદિનેસ રામજી,વિનુ ઘીરભાઈ,રાજુ મગન,સજય લાભુ, મેહુલ ભાઈ પી સીને રૂ.13,180 સાથે ઝડપી પાડી વધુ તપાસ હેડ કોન્સટેબલ ગોવિંદભાઇ મકવાણા ચલાવી રહ્યા છે.

મૂળી પોલીસનાં પીએસઆઇ એસ એસ વરૂનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં પી.ડી.ઝાલા વિશુભા,રાજપાલસિંહ,રાયસંગભાઇ દ્વારા સરા ગામે રેડ કરી જુગાર રમતા અંકિત કોરવાડીયા, મનોજ સોલંકી, મયુર વરમોરા, અશ્વિન વરમોરા, ભાવેશ વરમોરા, જયેશ વરમોરાને જુગાર રમતા ઝડપ્યા હતા. સ્થળ પરથી 51,150 રોકડા, 7 મોબાઇલ, ,તેમજ એક મોટરસાઇકલ સહિત 1,76,150નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...