તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:સુરેન્દ્રનગર યુનિવર્સિટીને વિધાનસભામાં મંજૂરી, શૈક્ષણિક સત્ર જૂન, 2021થી નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષણનું હબ બની ગયેલા શહેરમાં હવે અનેક નવા અભ્યાસક્રમો શરૂ થશે
 • બ્રિટનની વિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે જોડાણ કરવાનું આયોજન કરાયું
 • ઝાલાવાડના છાત્રો હવે ઘેર બેઠાં ઓછા ખર્ચે સારો અભ્યાસ કરી શકશે

સુરેન્દ્રનગર શહેર એ શિક્ષણ ક્ષેત્રનું હબ બની ગયુ છે. અહીયાની શાળાઓના વિધાર્થીઓ પરિણામમાં રાજયમાં ડંકો વગાડી રહયા છે. આવા સમયે તાજેતરમાં ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં સુરેન્દ્રનગર યુનિવર્સીટીને મંજુરીની મહોર મારવામાં આવી છે. આથી સુરેન્દ્રનગર હવે શિક્ષણની બાબતમાં અન્ય મહાનગરોની સાથે હરીફાઇ કરી શકશે. સાથે સાથે ઝાલાવાડના વિધાર્થઓ ઘેર બેઠા ઓછા ખર્ચે સારો અભ્યાસ કરી શકશે.શહેરમાં ધો.10, 12થી લઇને અન્ય અભ્યાસક્રમો માટેની ઘણી સંસ્થાઓ કાર્યરત છે. જેમાં અભ્યાસ કરીને વિધાર્થીઓ ખુબ સારૂ પરીણામ લાવી રહયા છે. અને આથી જ ગુજરાતના અન્ય જિલ્લામાંથી પણ વિધાર્થીઓ અભ્યાસ માટે સુરેન્દ્રનગર આવે છે.આવા સમયે શહેરમાં શિક્ષણના ક્ષેત્રની યુનિવર્સીટીની વધુ એક ભેટ મળી છે.

તાજેતરમાં ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં ખાનગી યુનિવર્સીટી એકટ હેઠળ સુરેન્દ્રનગર યુનિવર્સીટીને મંજુરી આપી દેવામાં આવી છે. શહેરમાં છેલ્લા 20 વર્ષથી શિક્ષણના કાર્ય સાથે જોડાયેલ સંસ્કૃતી ઓફ થોટસ,આંતર રાષ્ટ્રીય બ્રાંડ યુરોકિડસ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન સંસ્કૃતિ કોલેજ ઓફ મેનેજમેન્ટ આઇ.ટી. કોમર્સ અને આર્ટસ ઉપરંત જીટીયુ સંલગ્ન અને એઆઇસીટીઇ દિલ્હી દ્રારા માન્યા પ્રાપ્ત પંડિત નાથુલાલજી વ્યાસ ટેકનોલોજી કેમ્પસ અને આંતર રાષ્ટ્રીય કેમ્બ્રીજ ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના કરનાર સંસ્થાને સુરેન્દ્રનગર યુનિવર્સીટીનો દરજજો આપવામાં આવ્યો છે.

અહીયા મહત્વની બાબત એ છે કે સુરેન્દ્રનગર યુનિવર્સીટીનું બ્રિટનની વિશ્વ વિખ્યાત કેમ્બ્રીજ યુનિવર્સીટી સાથે પણ જોડાણ કરવાનું આયોજન કરાયુ છે. નવા શૈક્ષણિક સત્ર જુન 2021થી વિધાર્થીઓને પ્રવેશ આપી શિક્ષનું કાર્ય પણ શરૂ કરી દેવામાં આવશે.આ યુનિવર્સીટીમાં જુદા જુદા 100થી વધુ અભ્યસક્રમોનો વિધાર્થીઓને લાભ મળશે.

મહાનગરોની કક્ષાએ ફી 40 ટકા ઓછી
મહાનગરોમાં જુદા જુદા કોર્ષની ફીનું પ્રમાણ વધુ હોય છે. આ ઉપરાંત વિધાર્થીઓને મોટા શહેરોમાં રહેવા,જમવા સહિતનો ખર્ચ પણ મોટો કરવો પડે છે. જેની સામે સુરેન્દ્રનગર યુનિવર્સીટીમાં કોર્ષની ફી મહાનગરોની કક્ષાએ 30 થી 40 ટકા ઓછો હશે. આથી વિધાર્થીઓનો ખર્ચ ઘટી જશે. - ઇન્દ્રસિંહ સજુભા ઝાલા, સંસ્થાના ચેરમેન.

તુરંત નોકરી મળે તેવા કોર્સ પણ હવે સુરેન્દ્રનગર શહેરમાં જ થઈ શકશે
આર્થિક કટોકટીના વર્તમાન સમયે શિક્ષણ પાછળ મોટી રકમનો ખર્ચ કર્યા બાદ જો નોકરી ન મળે તો પરિવારની સ્થીતી ખરાબ થાય તે સ્વાભાવીક છે. અને આથી જ આજે ઘણા એવા વિધાર્થીઓ છે કે જેઓ કોર્ષ કર્યા બાદ તુરંત નોકરી મળી જાય તેવા અભ્યાસક્રમ તરફ વધુ લગાવ રાખતા હોય છે. આવા અભ્યાસક્રમો પણ હવે સુરેન્દ્રનગર યુનિવર્સીટીમાં થશે.જેનો અનેક વિધાર્થીઓને લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો