તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:સુરેન્દ્રનગર ઉમિયા માતાજી ટ્રસ્ટની આદર્શ લગ્નની પહેલ

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર શિવલાલ આણંદજી માકાસણા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર, વધુને ચાંદીના સિક્કા અર્પણ કરાયા હતા - Divya Bhaskar
સુરેન્દ્રનગર શિવલાલ આણંદજી માકાસણા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર, વધુને ચાંદીના સિક્કા અર્પણ કરાયા હતા
  • કોરોનામાં સામાજિક બદલાવ: વર, વધુ, વરઘોડિયાએ ફક્ત ફૂલહાર સાથે આવવાનું, બાકી તૈયારી મંદિર ટ્રસ્ટની : પ્રમુખ
  • 1 દિવસમાં 2 જ લગ્ન કરાવાય છે, અત્યાર સુધી 25 લગ્ન કરાવાયા, હજુ પણ રજિસ્ટ્રેશન ચાલુ છે, જેમ જેમ રજિસ્ટ્રેશન થશે તેમ તેમ લગ્ન કરાવાશે

સુરેન્દ્રનગર ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોનાકાળમાં સંક્રમણ ન ફેલાય અને આર્થિક રીતે પણ લોકોને પોષાય અને સમાજમાં લગ્ન ખર્ચ અંગે જાગૃતતા આવે માટે આદર્શ લગ્નનો નવો અભિગમ અપનાવ્યો છે. જેમાં વર, વધુ અને વરઘોડિયાઓએ માત્ર ફૂલહાર સાથે મંદિરે આવવાનું બાકી તમામ તૈયારી મંદિર ટ્રસ્ટ દ્વારા કરાય છે. જ્યારે એક દિવસમાં માત્ર 2 જ લગ્ન મંદિરમાં કરાવવવાના એમ કોરોનાકાળમાં અત્યાર સુધીમાં 25 જેટલા લગ્ન મંદિર ટ્રસ્ટે કરાવ્યા છે. જેમાં પાટીદાર સમાજના સામાન્યથી લઇ પૈસાપાત્ર કુટુંબોએ પણ જોડાઇ નવા અભિગમને આવકાર્યો છે.

લગ્ન પ્રસંગના ખર્ચને ઓછો કરવા હાલ દરેક સમાજ સમુહલગ્નનો અભિગમ અપનાવી રહ્યા છે. હાલ કોરોના કાળમાં લોકોના મેળાવડા બંધ હોવાથી અને સમુહ લગ્ન શક્ય નથી.ત્યારે સુરેન્દ્રનગર પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લગ્ન સમારંભોમાં ખોટાખર્ચા અટકાવવા, સંપતિનો થતો વેડફાટ અટકાવવા તથા આર્થિક રીતે પરવડે અને કોરોના ગાઇડ લાઇનનું પણ પાલન થાય માટે આદર્શ લગ્ન કોન્સેપ્ટ અપનાવાયો છે.

આ અંગે મંદિર ટ્રસ્ટના પ્રમુખ આર.જી.પટેલ, જેરામભાઇ પટેલ, સમજીભાઇ ગોરડીયા, ધીરૂભાઇ પટેલ, ગોવીંદબાપા જણાવ્યુ કે કોરોના કાળમાં સમુહલગ્ન શક્ય નથી જ્યારે આર્થિક રીતે નબળા પરીવારોને ખર્ચ પોષાય અને માતાજીના સાનિધ્યમાં લગ્ન થાય એ માટે આદર્શ લગ્નને મંદિર ટ્રસ્ટે અપનાવ્યા છે.જેમાં વર પક્ષ પાસેથી11000 અને કન્યા પક્ષ પાસેથી 10,000લેવાય છે.

જેમાં ગરીબ ઘરની કન્યાના એક પણ રૂપીયો લેવામાં આવતો નથી. જ્યારે લગ્નમંડપ થી લઇ ગોરમહારાજ સહિતની તમામ તૈયારીઓ મંદિર ટ્રસ્ટ કરે છે. જેમાં વર, વધુ અને કોરોના ગાઇડ લાઇન પ્રમાણે25 લોકો ઉપસ્થિત રહે એક દિવસમાં માત્ર બે લગ્ન કરાવાય છે. અત્યાર સુધીમાં25 લગ્નોનું સફળ આયોજન મંદિર ટ્રસ્ટે કરી આપ્યુ છે.

લગ્નબાદ ટ્રસ્ટ તરફથી કન્યાને કરીયાવર, માતાજીના પ્રસાદ રુપી ચુંદડી ભેટ અપાય છે.જેમાં સમાજના લોકોએ સારો રીસ્પોન્સ આપી જોડાયા જેમાં સામાન્યથી લઇ પૈસાપાત્ર કુટુંબના દિકરા દિકરીના લગ્ન પણ આદર્શ લગ્નને અપનાવ્યા છે.

શું છે આદર્શ લગ્ન? કેવી રીતે થઇ શરૂઆત
સુરેન્દ્રનગર ઉમિયા મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પાટીદાર સમાજના સમુહ લગ્નનું આયોજન કરાતુ હતુ. પરંતુ આ સમુહ લગ્નમાં પણ સામાન્ય લગ્ન જેટલો જ ખર્ચ થઇ જતો હતો. જ્યારે હાલ કોરોના કાળમાં વધુ લોકો ભેગા થતા લોકોમાં સંક્રમણ ફેલાવાનો ભય હોવાથી ઉમિયા માતામંદિર ટ્રસ્ટની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રમુખ આર.જી.પટેલે કારોબારી સમક્ષ કોરોના કાળ દરમિયાન આદર્શ લગ્નનો કોન્સેપ્ટ મુક્યો હતો. જેમાં વર, વધુ અને કોરોના ગાઇડ લાઇન પ્રમાણે 50 લોકોને જ લગ્નમાં આવવાનું અને મંદિર ટ્રસ્ટ દ્વારાજ તમામા વ્યવસ્થા કરવાની જ્યારે વર વધ અને વરઘોડીયાઓએ ફુલહાર સાથે જ આવવાને સર્વાનુંમતે સ્વીકારાયો હતો.

પ્રોત્સાહન આપવા અગ્રણી આગળ આવ્યા
આદર્શ લગ્નમાં સામાન્ય પરીવારની દિકરીના લગ્નનો ખર્ચ સમાજના આગેવાન પરષોતમ ભાઇ વરમોરા ચુકવે છે. જેમાં અત્યાર સુધીમાં 21 દિકરીઓના લગ્ન કરાવી અપાયા છે.જ્યારે શિવલાલ આણંદજીભાઇ માકાસણા ટ્રસ્ટના ટ્રસ્ટી અને જયપુર ગુજરાતી સમાજ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ દરેક વર કન્યાને ચાંદીનો સિક્કો ભેટ આપી આદર્શ લગ્નને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...