સુરેન્દ્રનગર જિલ્લા સરવે ભુવનની કચેરીમાં મોટી સંખ્યામાં વિવિધ કામ અર્થે અરજદારો આવતા હોય છે. પરંતુ હાલ આ કચેરીમાં અરજદારો સહિતના લોકોને જીવના જોખમે આવવું-જવું પડી રહ્યું છે, કારણ કે જર્જરિત થયેલી કચેરીનું રિનોવેશનની કામગીરી ચાલુ હોવાથી અરજદારો સહિતના લોકોને સાવચેતી રાખવાની પણ તાકીદ કરાઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી જિલ્લા સરવે ભુવનની કચેરીએ મોટી સંખ્યામાં અરજદારો અને લોકો વિવિધ કામ અર્થે આવતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કચેરી જર્જરિત બની ગઇ છે. જેને લઇને તંત્ર દ્વારા રિનોવેશન(સમારકામ)ની કામગીરી ચાલુ કરાઇ છે.
તો બીજી તરફ હાલમાં પણ અરજદારો તેમજ તંત્રના અધિકારી સહિતનો સ્ટાફ પણ જીવના જોખમે આવતા-જતા હોય છે. ત્યારે રિનોવેશનની કામગીરીને લઇને તંત્ર દ્વારા હાલ આ કચેરી(ઇમારત)થી વાહનો દૂર પાર્ક કરવા તેમજ કચેરીમાં પ્રવેશ કરવા કે કચેરી બહાર જતા ખાસ ધ્યાન રાખવાની તાકદી કરાઇ હતી.
આ ઉપરાંત આ કચેરીએ જો કોઇ આકસ્મિક અકસ્માત, અનિચ્છનીય બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિતની રહેશે અને આ કચેરીની કોઇ જવાબદારી રહેશે નહી તેવી સૂચના બેનર લગાવી દેવાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.