સુરેન્દ્રનગરના શિક્ષક દંપતિના પુત્રએ હિમાચલના મનાલીમાં આયોજીત ટેકવોન્ડો ચેમ્પીયનશીપમાં 15 રાજ્યોના 375 સ્પર્ધકો સાથે ભાગ લીધો હતો.જેમાં યુપી, અને હરીયાણાના સ્પર્ધકોને હરાવી ફાઇનલમાં પહોંચેલા ઝાલાવાડનો બાળક પંજાબ સામે હારતા સિલ્વર મેડલ મેળવ્યો હતો.
ટોકિયોમાં આયોજીત ઓલમ્પીકમાં સૌથી વધુ મેડલ મેળવી ભારતીય ટીમ અનેક બાળકોને ઓલમ્પીયન બનવા સપના જોવા તૈયાર કર્યા છે.ત્યારે અનેક અજાણી રમતોમાં પણ ભારતનું ભવિષ્ય તૈયાર થઇ રહ્યુ છે. આવીજ એક રમત ટેકવાન્ડો જે માર્શલ આર્ટનો એક પ્રકાર છે. તેની નેશનલ લેવલની હીમાલયા આઇસ કપ ઓપન નેશનલ ટેકવોન્ડો ચેમ્પીયનશીપ હિમાચલપ્રદેશના મનાલી ખાતે આયોજન કરાયુ હતુ.
15 રાજ્યોના 375 સ્પર્ધકો સાથે ગુજરાતના 8 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં મુળ સુરેન્દ્રનગરના શિક્ષક દંપતિ કંચનબેન અને ભરતભાઇ આંબલીયાના પુત્ર પૃથ્વીશે કોચ સંજયભાઇના માર્ગદર્શનમાં અન્ડર 12માં અન્ડર 30 કિલોવેઇટ કેટેગરી ટેકવોન્ડોમાં ભાગ લીધો હતો.જેમાં તેઓએ પ્રતિસ્પર્ધીઓને હરાવતા ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો યુપીને હરાવી સેમી ફાઇનલમાં હરીયાણામાં હરાવ્યુ હતુ.આમ ફાઇનલમાં પંજાબ સામે માત્ર 1 પોઇન્ટથી હારતા સિલ્વર મેડલ અંકે કર્યો હતો. ટેકવોન્ડોએ માર્શલઆર્ટ પ્રકારની એક રમત છેકોચ સંજયભાઇ વાઘેલાએ જણાવ્યું છેકે, ટેકવોન્ડોએ માર્શલઆર્ટ પ્રકારની આ રમત મુળ દક્ષીણ કોરીયાની નેશનલ ગેમ છે. જેનો વર્ષ 2000થી બેજીંગ ઓલમ્પીકથી ઓલમ્પીકમાં સમાવેશ કરાયો છે.આ રમતમાં બે સ્પર્ધકોએ સર્કલમાં રમવાનું હોય છે. આ રમત હાથ અને પગની મદદથી રમવામાં આવે છે.આ રમતમાં સ્પર્ધકે કમરપર બાંધેલા બેલ્ટથી નીચે મારી શકાતુ નથી. છાતી અને મોપર હાથ અને પગ મારવાથી પોઇન્ટ મળે છે.જેમાં મોં પર કિક કે હાથ વાગતા 3 પોઇન્ટ જ્યારે પેટ પર હાથ કે પગ લાગતા 2 પોઇન્ટ મળે છે.આ બાળકનાની ઉમર હોવા છતા માનસીક ખુબજ સ્ટ્રોંગ છે કોઇ પણ સ્પર્ધક સામે ડર્યા વગર રમવુ તેની ખાસીયત છે.હાલ ઉમરનાની છે પરંતુ આગળ મહેનત કરેતો ઇન્ટરનેશનલ રમી શકે છે.
માતા જુડો ચેમ્પીયન અંગેના સમાચાર બતાવતા રમવાનું શરૂ કર્યુપૃથ્વીશ અંબાલીયાએ જણાવ્યું છેકે, માતા કંચનબેન વર્ષ 1990માં ધો.9માં હતા ત્યારે રાજકોટમાં આયોજીત જુડો સ્ટેટ લેવલના ચેમ્પીયન બન્યા હતા. આ અંગે સમાચાર કટીંગ અને ફોટા બતાવવા દરમિયાન બાળકને આ રમત રમવા ઇચ્છા થઇ હતી. ધો.2થી જ ટેકવોન્ડોમાં આગળ વધવા તૈયારીઓ શરૂથઇ અને હાલ ધો.7માં અભ્યાસ કરવા સાથે કડીમાં આવેલ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડીએલએસ એસમાં ટેકવોન્ડોનું પ્રશિક્ષણ મેળવી રહ્યો છુ હાલ ઓલમ્પીકમાં જેમ ખેલાડીઓ મેડલ મેળવે છે તેમ ભારતને ટેકવોન્ડોમાં ઓલમ્પીક ગોલ્ડ મેડલ અપાવવાની ઇચ્છા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.