હાલાકી:સુરેન્દ્રનગર ST બસ સ્ટેશનમાં 4 વર્ષથી ATMની સુવિધા નથી

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકોને સ્ટેશન બહાર ATM ગોતવા જવું પડે છે

સુરેન્દ્રનગર બસ સ્ટેશનને આધુનિક બનાવવા માટે નવા બસ સ્ટેશનને પાડીને ઓગસ્ટ-2017ના રોજ આ મેદાન કરી નાંખવામાં આવ્યુ હતું. જેમાં એસબીઆઇ શાખાની એટીએમ સ્ટેશનના અન્ય સ્થળે ખસેડવામાં આવી હતી. પરંતુ આ સુવિધા માત્ર લોકો માટે શોભાના ગાંઠીયા સમાન બની હતી. કારણ કે એટીએમ મશીન સાથે ઉભી કરાયેલી આ સુવિધા મળે તે પહેલા જ બનાસકાંઠામાં લઇ જવામાં આવી હોવાનું બહાર આવ્યુ હતુ. ત્યારબાદ બસ સ્ટેશનનું કામકાજ શરૂ થતા આ એટીએમનું કેબીન પણ દૂર કરવામાં આવ્યુ હતુ.

સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં દરરોજ 250થી વધુ બસો આવ-જા સાથે મોટી સંખ્યામાં લોકો અવરજવર કરી રહ્યાં છે. પરંતુ આ સ્ટેશનમાં જે એટીએમની સુવિધા હતી તે છિનવાઇ જવાની સાથે અન્ય કોઇ વ્યવસ્થા કરવામાં ન આવતા અહીં આવતા અન્ય જિલ્લાના તેમજ ગ્રામીણ પંથકના મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ અંગે રમેશભાઈ મકવાણા, વર્ષાબેન પરમાર વગેરે જણાવ્યું કે, બસ સ્ટેશનમાં રહેલા એટીએમની સુવિધા ન હોવાથી જોખમ લઇને સ્ટેશન બહાર એટીએમો ગોતવા અને પરિવાર સાથે પણ પૈસા ઉપાડવા રઝળપાટ કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...