તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિડીલાઈટ કપ-2021:સાઉથ સ્ટાઇકર્સ સામે સુરેન્દ્રનગર સ્પાટ્રર્નનો 2 રને વિજય

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુરેન્દ્રનગર ખાતે પ્રથમવાર રાજ્યની 8 ITI ટીમ વચ્ચે મેચ

ગુજરાતમાં સૌપ્રથમવાર સુરેન્દ્રનગર જિલ્લામાં રાજયની આઇટીઆઈની 8 ટીમો વચ્ચે પિડીલાઈટ કપ-2021 રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટ રમાઇ હતી. જેમાં સાઉથ સ્ટાઇકર્સ સામે સુરેન્દ્રનગર સ્પાટ્રર્નનો ફાઇનલમાં બે રને વિજય થતા ચેમ્પિયન બની હતી.ગાંધીનગર રોજગાર અને તાલીમ વિભાગની સુરેન્દ્રનગર આઈટીઆઈ દ્વારા તા.26 માર્ચને શુક્રવારે સુરેન્દ્રનગર કોઠારીયા રોડ પર આવેલા કેમ્બ્રિજ સ્કૂલ ગ્રાઉન્ડમાં સમગ્ર ગુજરાતની આઇટીઆઈની કુલ 8 ટીમોની વચ્ચે પિડીલાઈટ કપ-2021 રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતુ.

આ સ્પર્ધામાં સુરેન્દ્રનગર સ્પાટ્રર્ન, કચ્છ વોરિયર, બરોડા બ્લાસ્ટર, રાજકોટ સુપર કિંગ્સ, બી.કે.સુપરકિંગ્સ, સાઉથ સ્ટાઇકર્સ, ભાવનગર લાયન્સ તેમજ સોરઠ લાયન્સ ટીમોએ ભાગ લીધો હતો. રાત્રિ દરમિયાન 8 ટીમો વચ્ચે જંગ ખેલાતા ફાઇનલમાં સુરેન્દ્રનગર સ્પાટ્રર્ન ટીમે 10 ઓવરમાં 70 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં સાઉથ સ્ટાઇકર્સ 10 ઓવરમાં 6 વિકેટે 69 બનાવી શકતા 2 રને સુરેન્દ્રનગર સ્પાટ્રર્ન ટીમ ચેમ્પિયન બની હતી. આ સ્પર્ધામાં બેસ્ટ બેસ્ટમેન, મેન ઓફ ધી મેચ તેમજ મેન ઓફ ધી સીરીજ હાર્દિક ખોડકીયા બન્યા હતા.

આ ઉપરાંત બેસ્ટ બોલર તરીકે તરૂણ પટેલ રહ્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર રોજગાર અને તાલીમ વિભાગના ડાયરેકટર આલોક પાંડેએ જણાવ્યું કે, ક્રિકેટ ઉપરાંત હવે તમામ રમતોની સ્પર્ધા જિલ્લા તેમજ રાજય કક્ષાએ આગામી સમયમાં યોજાશે. જ્યારે રાજકોટના રિજનલ ડાયરેકટર એમ.એમ.દવે જણાવ્યું કે, અગાઉ 2019 અને વર્ષ 2020માં સુરેન્દ્રનગર જિલ્લા આઇટીઆઈની ઇન્ટર ક્રિકેટ કેપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેની સફળતા બાદ 2021માં સમગ્ર રાજયની પ્રથમવાર રાત્રિ પ્રકાશ પિડીલાઈટ ક્રિકેટકપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ટુર્નામેન્ટ સમયે સુરેન્દ્રનગર આઇટીઆઈના આચાર્ય પી.કે.શાહ, કૃપાબેન પંડયા, વિજયભાઈ મકવાણા, ટુર્નામેન્ટના સ્પોન્સર ગુજરાત ટ્રેનીંગ સેન્ટરના એન.એમ.રાઠોડ, એસ.કે.એન્ટરપ્રાઇઝના મહેશભાઈ પટેલ તેમજ નિંકલ પટેલ, આસુતોષ વ્યાસ અને રાજયની વિવિધ આઇટીઆઈના કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું આયોજન સુરેન્દ્રનગર આઇટીઆઇની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો