આરોપી ઝબ્બે:સુરેન્દ્રનગરની એસઓજી પોલીસે તાંબા પિત્તળના વાસણો સાથે શકમંદ શખ્સને ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરની એસઓજી પોલીસે છળકપટથી કે ચોરીથી મેળવેલા તાંબા પિત્તળના વાસણો સાથે શકમંદ શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે 21 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી. સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પ્રવિણ આલ તથા હેડ કોન્સ. જયરાજસિંહ, પો.કોન્સ. મીત વગેરે સ્ટાફ સાથે ધ્રાંગધ્રા પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. આ દરમિયાન જૂની મોચી વાડ પાસે પહોચતા ખાનગી બાતમી રાહે હકીકત મળી હતી કે, એક ઈસમ પાસે છળકપટથી મેળવેલા તાંબા પિત્તળના વાસણો હોય જે હાલ દીલ્લી દરવાજા પાસે વાસણો ભરેલા કોથળા સાથે ઉભેલો છે અને બજારમાં વેચવા જનાર છે.
બાતમીના આધારે શખ્સને ઝડપ્યો
આ હકીકત મળતા બાતમી જણાવેલી જગ્યાએ પોલીસે પહોચી મજકુર ઇસમને કોર્ડન કરી પંચો રૂબરૂ મજકુર ઇસમની પુછપરછ કરી હતી. જેમાં પોતાનું નામ સોહીલ ઉર્ફ દાબેલો હાજીભાઇ પઠાણ ( ઉ.વ 22 ) ધંધો- મજૂરી ( રહે. ચાતરીયા હનુમાન પાસે નાની બજાર ધ્રાંગધ્રાં જી.સુરેન્દ્રનગર ) વાળા હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલા તાંબા-પીત્તળના વાસણો બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો નહોતો.
​​​​​​​પોલીસે આગળની તપાસ હાથ ધરી
જે વાસણો જોતા માટલી નંગ-8, બોઘણા નંગ-09, ડોલ નંગ-01, તાસ નંગ 04, તપેલી નંગ-02, કળશ નંગ-01, પ્રાઇમસ નંગ- 01 કડાઇ નંગ-02, થાળી નંગ-02, ઢાંકણા વગરના ડબ્બા નંગ-02 છે, જે તમામ વાસણોનું નજીકમાંથી વજન કાંટો લાવી વજન કરતા આશરે 54 કિલો વજન થયું હતું. જે 1 કિલોની કિ.રૂ.400 - લેખે કુલ કિ.રૂ. 21,600/- થઇ હતી. જે તમામ મુદામાલ ચોરી કે, છળકપટથી મેળવેલો હોવાનું જણાતા મુદ્દમાલ સી.આર.પી.સી. 102 મુજબ વધુ તપાસ અર્થે કબ્જે કરી આગળની કાયેવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...