તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સુરેન્દ્રનગર એસઓજીએ હાથ બનાવટની બંદૂક સાથે 1ને ઝડપ્યો

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધજાળા પોલીસમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર એસઓજીટીમને ગેરકાયદે બંદૂક અંગે બાતમી મળતા અડાળા ગામે દરોડો કર્યો હતો. જ્યાં એક શખસને મજરલોડ બંદૂક સાથે ઝબ્બે કર્યો હતો. તેની સામે ધજાળા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ ગેરકાયદે હથિયાર રાખતા તેમજ વેચાણની અસામાજિક પ્રવૃત્તિડામી દેવાની સૂચના આપી હતી.

આથી એસઓજી ટીમે પેટ્રોલિંગ કાર્યવાહી હાથ ધરી હતી. ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન ગેરકાયદે હથિયાર અંગે બાતમી મળી હતી. આથી હડાળા ગામની સીમમાં માખેલાના વીડમાં તપાસ હાથ ધરી હતી. જ્યાંથી બુધાભાઇ ગોવિંદભાઇ વાળા પાસે એક હાથ બનાવટની મઝરલોડ બંદૂક મળી હતી. તેની પાસે હથિયાર અંગે લાઈસન્સ કે આધાર પુરાવા ન મળતા એક બંદૂક રૂ.2500 સાથે ઝબ્બે કરાયો હતો. અને તેના વિરુદ્ધ ધજાળા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુંજબ ગુનો નોંધાવાયો હતો.આ કાર્યવાહીમાં એએસઆઇ દાજીરાજસિંહ રાઠોડ, ડાયાલાલ પટેલ, પરસોતમભાઇ સહિત એસઓજી ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...