રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સામેલ કરવાની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને યુનિવર્સિટી સંલગ્ન મંડળ સહિત સુરેન્દ્રનગરના તમામ અધ્યાપકો કાળી પટ્ટી ધારણ કરીને શૈક્ષણિક કાર્ય કર્યું હતુ. વર્તમાન ખાનગી યુનિવર્સિટી એક્ટ 2021ને રદ કરવા માટે ગુજરાતના અધ્યાપકો ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે.
ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટમાં સુધારો કરીને રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સામેલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેની સામે મહામંડળના આદેશ મુજબ તારીખ 11/8/2020ને મંગળવારના રોજ યુનિવર્સિટી સંલગ્ન મંડળના તમામ અધ્યાપકો કાળી પટ્ટી ધારણ કરીને શૈક્ષણિક કાર્ય કર્યું હતુ અને ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવવાની કાર્યવાહી સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ખાનગી યુનિવર્સિટી એક્ટમાં 2011માં જે સુધારો કરવામાં આવ્યો હતો તે પ્રમાણે ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવી શકાય નહીં. તે ચાલુ રાખવા અને વર્તમાન ખાનગી યુનિવર્સિટી એક્ટ 2021ને રદ કરવા માટે ગુજરાતના અધ્યાપકો ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળના તમામ કારોબારી સભ્યો અને દરેક કોલેજોના અધ્યાપકોએ પણ તારીખ 11/8/ 21ને મંગળવારના રોજ કોલેજના શૈક્ષણિક કાર્ય દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને શૈક્ષણિક કાર્ય કર્યું હતુ.
આ અંગે પ્રમુખ ડો. કિરપાલસિંહ પરમાર અને મહામંત્રી ડો. નારણભાઈ ડોડીયએ જણાવ્યું હતું કે, જાણવા મળતી માહિતી મુજબ આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટની કેટલીક કોલેજોને પ્રાઇવેટ યુનિવર્સિટી સાથે જોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેને ધ્યાનમાં રાખીને પણ મહામંડળ દ્વારા જે કાર્યક્રમો આપવામાં આવે તેમાં આપણે બધા પણ સો ટકા જોડાઇને સહયોગ આપતા રહીએ. આપણા મંડળના દરેક કારોબારી સભ્યોને ખાસ વિનંતી કે આ મેસેજ પોતાના કોમન રૂમના દરેક અધ્યાપક મિત્રો સુધી પહોંચાડવા વિનંતી. દરેક કોલેજના કારોબારી સભ્યોને વિનંતી કે કાળી પટ્ટી ધારણ કરેલા અધ્યાપકોનો ગ્રુપ ફોટો પાડીને આપણા સૌરાષ્ટ્ર યુનિ.વિસ્તાર અધ્યાપક મંડળના ગ્રુપમાં મુકવા ખાસ વિનંતી. આગામી દિવસોમાં મહામંડળ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવશે એ આપ સૌને જણાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.