તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇરાની ગેન્ગ ઝબ્બે:રાજકોટમાંથી સોનાના બિસ્કીટની ચીલઝડપ કરી ફરાર થયેલા મુંબઈના ચાર શખ્સો સુરેન્દ્રનગર પોીલસના હાથે ઝડપાયા

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાંથી સોનાના બિસ્કીટની ચીલઝડપ કરી ફરાર થયેલા મુંબઈના ચાર શખ્સો સુરેન્દ્રનગર પોીલસના હાથે ઝડપાયા - Divya Bhaskar
રાજકોટમાંથી સોનાના બિસ્કીટની ચીલઝડપ કરી ફરાર થયેલા મુંબઈના ચાર શખ્સો સુરેન્દ્રનગર પોીલસના હાથે ઝડપાયા
  • લીંબડી, જામનગર અને રાજકોટની ચોરીનો થયો પર્દાફાશ

મુંબઈ રહેતા અને ચોરી લૂંટની ઘટનાને અંજામ આપી રાતોરાત કરોડપતી બનવાના સપના સેવતા મુંબઈના ચાર શખ્સો ઈરાની ગેંગના સાગરિતો બની ગયા હતા. ઈરાની ગેંગના સાગરિતોએ અગાઉ જામનગર લીંબડી અને ત્યારબાદ તાજેતરમાં રાજકોટ ખાતે કરણસિંહજી હાઇસ્કુલ પાસેથી એક વ્યક્તિને પોલીસની ઓળખ આપી આ શખ્સોએ સોનાના પાંચ બિસ્કીટ પડાવી લીધા હતા.

રૂ.24.25 લાખની કિંમતના પાંચ બિસ્કીટ લઈ હુન્ડાઈ કારમાં રાજકોટથી નીકળી ધાંગધ્રા તરફથી આવી રહ્યાની સુરેન્દ્રનગર એસપી મહેન્દ્ર બગડીયાને માહિતી મળી હતી. આથી ડીવાયએસપી હિંમાશુ દોશીની રાહબરી હેઠળ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ત્રિવેદી ની સૂચનાથી એ ડિવિઝનની સર્વેલન્સ ટીમ દુધરેજ નજીક કેનાલ પાસે વોચમાં ગોઠવાઈ હતી. એ દરમિયાન પોલીસના નેત્રમ સીસીટીવી કેમેરામાં મુંબઈ પાસિંગની i10 કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતા અટકાવી તલાશી લીધી હતી. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ ની સર્વેલન્સ ટીમ એ કારની તલાશી લેતા રોકડા રૂપિયા 25000 અને છ મોબાઇલ તથા પાંચ સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા.

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસના સકંજામાં મુંબઈના ચાર રીઢા શખ્સો આવી જતાં અનેક ગુનાઓના ભેદ ઉકેલાવાની પોલીસે શક્યતા સેવી છે. આ ઘટના અંગેની સુરેન્દ્રનગર ડિવિઝનના ડીવાયએસપી હિમાંશુ દોશી અને પીઆઇ ત્રિવેદી ની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થવા પામ્યો છે. સુરેન્દ્રનગર પોલીસે ચારેય શખ્સોને હિરાસતમાં લઈ રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરતાં કેટલાક વધુ ગુનાઓનો ભેદ ઉકેલાવાની પોલીસે શક્યતા સેવી છે.

અન્ય સમાચારો પણ છે...