રાહત:સુરેન્દ્રનગર રેલવે પ્લેટફોર્મ ટિકિટનું ભાડું રૂ.30ના બદલે 10 કરાયું

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર પ્લેટફોર્મ પર રૂ.30 ભાડુ પ્લેટફોર્મ ટિકિટનું લેવાતું હતું. હાલ ભાવનગર અને રાજકોટ ડિવિઝનના રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ભાડા ઘટાડવાની જાહેરાત કરાઇ છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાના સ્ટેશનો પર રૂ.30ની જગ્યારે રૂ.10 ભાડું રહેશે.

પ્લેટફોર્મ ટિકિટના ભાડા વધુ હોવા અંગે રજૂઆતો પણ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટના દર ઘટાડવામાં આવ્યા છે. આ અંગે સહાયક વાણિજ્ય પ્રબંધક ભાવનગર નીલાદેવી ઝાલા, રાજકોટ વાણિજ્ય પ્રબંધક અભીનવ જૈફની યાદીમાં જણાવ્યા મુજબ રેલયાત્રીઓને રાહત મળે માટે રેલ્વે પ્લેટફોર્મ ટિકિટના ભાડામાં ઘટાડો કરાયો છે. જે પહેલા રૂ.30 હતું તે ઘટાડી રૂ.10 કરવામાં આવ્યું છે.

ભાવનગર ટર્મીનસ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, વેરાવળ અને રાજકોટ મંડળના દ્વારકા, જામનગર, રાજકોટ, ભક્તીનગર, સુરેન્દ્રનગર સ્ટેશનો પર તા.24થી નવા પ્લેટફોર્મ ટિકિટ દર લાગુ થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...