તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સુરેન્દ્રનગર પંચવટી કોમ્પલેક્ષની દુકાનોમાં થયેલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબી ટીમે ચોરીને અંજામ આપનારા બે ભાઇને ઝડપી લીધા
  • ચોરીના પૈસે ખરીદેલ દાગીના, મોબાઇલ સહિત રૂ.3,10,820નો મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર પંચવટી કોમ્પલેક્ષમાં આવેલ શક્તિ ઇલેક્ટ્રીક્સ તથા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનોમાંથી રૂ.22,00,000 જેટલી રકમની ચોરીનો બનાવ બન્યો હતો. આથી નાયબ પોલીસ નિરીક્ષક અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં એલસીબી ટીમે ટીમો બનાવી ચોરીને અંજામ આપનાર શખ્સોને ઝડપી પાડવા એક્સન પ્લાન ઘડ્યો હતો.

જેમાં સીસીટીવી ફુટેજ, રાહદારીઓની તથા શંકાસ્પદોની પુછપરછ તથા ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સથી માહિતી એકત્ર કરી હતી. આ તપાસના અંતે મૂળ અમરેલીના લાઠી તાલુકાના દામનગરના અને હાલ ભાવનગર શિહોર રામનગરમાં રહેતા બે ભાઇઓ રાજુ હિંમતભાઇ મકવાણા તથા કાદર હિંમતભાઇ મકવાણાના નામ ખુલતા ઝડપી પાડ્યા હતા.

સુરેન્દ્રનગર પંચવટી કોમ્પલેમાંદુકાનોના શટર નકુચા કાપી દુકાનમાંથી કાઉન્ટરના લોક તોડી રૂ.22,00,000 ચોરી કર્યાનું કબુલ્યુ હતુ. આથી પોલીસે ચોરીના રોકડા,મોબાઇલ, ચોરીના પૈસે ખરીદેલા દાગીના સહિત રૂ.3,10,820નો મુદામાલ કબજે કરી બંન્નેને સી.ટી એ ડિવીઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ વી.આર.જાડેજા, એએસઆઇ નરેન્દ્રસિંહ, વજસુરભા, જુવાનસિંહ, નિકુલસિંહ, રૂતુરાજસિંહ સહિત એલસીબી ટીમ જોડાઇ હતી.

ચોરીના પૈસે મોજશોખ કરી ઘરેણાની ખરીદી કરી
પુછપરછમાં અરવિંદ મકવાણાએ ચોરીના રોકડા 4લાખ આવેલ જેમાંથી સોનાચાંદીના રૂ.1,53,00ના દાગીના , આઇફોન મોબાઇલ રૂ.50 હજાર, સ્કુટર 32 હજાર, મોબાઇલ રૂ.7,500 એમ કુલ 2,42,000 તથા રોકડા રૂ.21,220 છે બાકીના મોજશોખમાંવાપર્યાનું જણાવ્યુ હતુ. જયારે વિજય મકવાણાએ રોકડા 18 લાખમાંથી બોટાદ પાવરહાઉસ પાસે રૂ.6 લાખમાં મકાન ખરીદી કાગળ ખર્ચ પેટે રૂ.55 હજાર ખર્ચ્યા હતા.

અને બાબરારોડપર અન્નપુર્ણા હોટલ ભાડે રાખી રૂ.1.50 લાખખર્ચ કર્યા તથા મોટાભાઇ મૃત્યુ પામતા રૂ.30 હજાર, દામનગરમાં સુરધનદાદાનો ઓટલા માટે રૂ.25હજાર, અગાઉની ચોરીમાં છુટવાની બાકીની વકીલ ફી રૂ.50 હજાર ભરીતથા પત્ની માટે બુટી રૂ.1 લાખ, એક મોબાઇલ રૂ.50હજાર બાઇક હપ્તો5 હજાર, ઘર ખર્ચ 50 હજાર સહિત રૂ.1,57 લાખ રોકડા ચોરીના વધ્યાનું કબુલ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...