તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સુરેન્દ્રનગરમાં 6ઠ્ઠા દિવસે પણ કોરોનાનો એકેય કેસ નહીં : માત્ર 5 એક્ટિવ કેસ

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસ દિવસેને દિવસે ઘટી રહ્યા છે. જેમાં એક્ટીવ કેસોમાં પણ સતત ઘટાડા આવી રહ્યા છે. ત્યારે સોમવારે પણ એકપણ કોરોના પોઝીટીવ કેસ જિલ્લામાં ન નોંધાતા નિલ રહ્યુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં ફેબ્રુઆરી માસમા કોરોનાના કેસ સાવ ઓછા સામે આવવા સાથે એક્ટીવ દર્દીઓ પણ સાજા થતા કેસોમાં ઘટાડો આવી રહ્યો છે. ફેબ્રુઆરી માસના 15 દિવસમાં માત્ર 7 જ કેસ નવા નોંધાયા છે. જયારે સોમવારને ઉમેરતા મહિનાના 10 દિવસ તો એવા રહ્યા છે.

જેમાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો હતો. આમ સોમવારે સતત છઠ્ઠા દીવસે જિલ્લામાં કોરોનાના કેસ શુન્ય આવ્યા છે. અને એક્ટીવ કેસ પણ 5 જ રહ્યા છે. જેને લીધે કોરોના મીટર 3439 પર સ્થીર રહ્યુ છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોનાથી એકપણ મોત નોંધાયુ નથી જે સારી વાત છે. જિલ્લામાં કોરોના કાબુમાં આવતો જાતો હોય તેમ ઓછા કેસ ધ્યાને આવતા આરોગ્ય વિભાગ કર્મીઓ પણ રાહત અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો