વેરા વસૂલાત:સુરેન્દ્રનગર પાલિકાએ 2 માસમાં 3.44 કરોડ વેરાની આવક મેળવી

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર પાલિકા હાઉસ ટેક્સ વિભાગ ટીમ દ્વારા વેરાની કડક વસૂલાત હાથ ધરવામાં આવી છે. જેમાં 2 માસમાં 3.44 કરોડની આવક કરી હતી. જ્યારે કરદાતાઓ માટે ઓનલાઇ અને ઓફલાઇન ડિસ્કાઉન્ટની જાહેરાત લંબાવવામાં આવી છે.

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા બાકી રહેતા વેરાની વસૂલાત કડક કરવાની સૂચના આપી હતી. આથી હાઉસ ટેક્સ વિભાગના પ્રવિણસિંહ પરમાર સહિત ટીમ દ્વારા નોટિસો પાઠવવા સહિત રૂબરૂ ઉઘરાણી સહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આથી પાલિકાનો ટેક્સ ન ભરનાર બાકીદારોમાં ફફડાટની લાગણી ફેલાઇ જવા પામી હતી.

પાલિકા ટીમ દ્વારા તા.1-4-22થી 31-5-2022 2 માસ સુધીમાં 3 કરોડ 44 લાખ 60 હજારની ટેક્સની રકમની આવક થઇ હતી. ત્યારે નગરપાલિકા દ્વારા હાલ ટેક્સના બાકીદારોને રેગ્યુલરને 1-6-222થી 30-6-2022 સુધી ઓફલાઇન ભરે તો 7 ટકા અને ઓનલાઇનમાં 12 ટકા ડિસ્કાઉન્ટ આપવાની અને 1-7-2022થી 31-7-2022 સુધીમાં ઓફલાઇન અને ઓનલાઇન ટેક્સ ભરનારને 5 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ વેર વસૂલાતની કામગીરી ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...