સફાઈ કામદારોમાં ખુશીની લહેર:સુરેન્દ્રનગર પાલિકાએ કામદારોના ખાતામાં પગાર, બોનસ, એરિયર્સ અને ફેસ્ટિવલની રૂ. 5 લાખની રકમ જમા કરાવી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર, દુધરેજ અને વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ, રોજમદાર અને કાયમી સફાઈ કામદારોને દિવાળીના તહેવારો પહેલાં પગાર, બોનસ, એરિયર્સ અને ફેસ્ટીવલની રકમ ચુકવવા ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડીયા, કલ્યાણભાઈ વાઘેલા, ભીખાભાઈ પાટડીયા, વલ્લભભાઈ મારૂ, તુલસીભાઈ પાટડીયા અને અરૂણભાઇ વાઘેલા સહિતનાઓએ રજૂઆત કરી હતી. જેને પગલે પાલિકાએ કામદારોના ખાતામાં રૂ. 5 લાખની રકમ જમાં કરાવી હતી.
સફાઈ કામદારોની દિવાળી સુધરી
ઓકટોબર માસની આખર તારીખમાં દિવાળી અને નુતન વર્ષના તહેવારો હોય ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકાના સફાઈ કામદારો આર્થિક સંકડામણ ભોગવ્યાં વગર હર્ષો ઉલ્લાસભેર દિવાળી ઉજવી શકે તેથી પાલિકાનાં પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, ચીફ ઓફિસર સાગર રાડીયા દ્વારા તમામ સફાઈ કામદારોને પગાર, બોનસ, એરિયર્સ અને ફેસ્ટીવલની કુલ રૂપિયા 5 લાખ જેટલી રકમ કામદારોનાં ખાતામા ચુકવી આપી હતી. જેનાથી સફાઈ કામદારોની દિવાળી સુધરતા આનંદની લાગણી ફેલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...