તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંજપરા બન્યા મંત્રી:સુરેન્દ્રનગરના સાંસદ ડોકટર મહેન્દ્ર મુંજપરાને મોદી મંત્રીમંડળમાં સ્થાન અપાયું, કેંદ્રીય રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના સાંસદ ડોકટર મહેન્દ્ર મુંજપરાને મોદી મંત્રીમંડળમાં સ્થાન અપાયું, કેંદ્રીય રાજ્યમંત્રી તરીકે શપથ લીધા - Divya Bhaskar
સુરેન્દ્રનગરના સાંસદ ડોકટર મહેન્દ્ર મુંજપરાને મોદી મંત્રીમંડળમાં સ્થાન અપાયું, કેંદ્રીય રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
  • સાંસદ તરીકેની પ્રથમ ટર્મમાં જ મંત્રી બનાવવામા આવ્યા

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી 2019 લોકસભા ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયેલા ડોકટર મહેન્દ્ર મુંજપરાને હવે મોદી મંત્રીમંડળમાં પણ સ્થાન અપાયું છે. ડોકટર મહેન્દ્ર મુંજપરાએ આજે કેંદ્રમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

કેંદ્રમાં હવે ગુજરાતના મંત્રીઓની સંખ્યા 7 થઈ છે. જેમાંના એક મહેન્દ્ર મુંજપરા છે. આજે મહેન્દ્ર મુંજપરાની સાથે સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને પણ મંત્રીમંડળમાં સ્થાન અપાયું હતું.

સુરેન્દ્રનગરના સાંસદ અને હવે કેંદ્રમાં મંત્રી બનેલા ડોકટર મહેન્દ્ર મુંજપરાની રાજકીય અને સામાજિક કારકિર્દી પર નજર કરીએ.

વઢવાણમાં જન્મ થયોડો. મહેન્દ્ર મુંજપરાનો જન્મ 1968માં સુરેન્દ્રનગરના વઢવાણમાં થયો છે, તેઓ ચુવાળિયા કોળી ઠાકોર સમાજમાંથી આવે છે. તેમણે અમદાવાદ સ્થિત એનએચએલ મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેમજ અમદાવાદમાં પીએચએસ સાબરમતી, એલજી હોસ્પિટલ, વીએસ હોસ્પિટલમાંથી તેમજ સુરેન્દ્રનગરની સીયુ શાહ સેન્ટરમાં ઇન્ટર્નશિપ કરેલી છે. એક રીતે જોવા જઇએ તો આખો મુંજપરા પરિવાર મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલો છે. તેમના પત્ની પણ BAMS આયુર્વેદિક ડોક્ટર છે અને તેમના બન્ને સંતાનો દીકરો અને દીકરી પણ મેડિકલનો અભ્યાસ કરે છે.

સેવાભાવી ડોક્ટર તરીકે જાણીતા છે મુંજપરામુંજપરા એમડી(મેડિસિન) છે અને મેડિકલ ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં લેક્ચર આપે છે. પોતાના પ્રોફેશન ઉપરાંત તેઓ ચુવાળિયા કોળી યુવા સમાજના પ્રમુખ છે અને શ્રી સમસ્ત ચુવાળિયા ઠાકોર કોળી વેલનાથ પ્રગતિ મંડળના ટ્રસ્ટી પણ છે. માત્ર પોતાના સમાજમાં જ નહીં પરંતુ શહેરના અને આસપાસના ગામડાંઓમાં પણ ડો. મુંજપરાને એક સેવાભાવી ડોક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ જનસેવા નામની હોસ્પિટલ ચલાવે છે અને તેમણે અત્યારસુધીમાં અંદાજે 8 લાખ કરતા વધારે દર્દીઓની સારવાર કરવામાં આવી છે.

વિધાનસભા નહીં સીધી લોકસભાની ટિકિટ મળી હતીડો. મુંજપરાની રાજકિય કારકિર્દી અંગે વાત કરવામાં આવે તો તે ઘણા લાંબા સમય સુધી સંઘ સાથે એક કાર્યકર્તા તરીકે જોડાયેલા હતા. તેઓ 2009થી ભાજપમાં એક કાર્યકર તરીકે સક્રિય થયા છે. 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ડો. મહેન્દ્ર મુંજપરાનું નામ ધ્રાંગધ્રા બેઠક માટે ઘણું ચર્ચામાં આવ્યું હતું, પરંતુ એ સમયે તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવ્યા બાદ ડો. મહેન્દ્ર મુંજપરાને સીધી લોકસભાની ટિકિટ સુરેન્દ્રનગર બેઠક પરથી આપવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...