તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ચોટીલા નેશનલ હાઇવે પર ચકચારી લૂંટના ત્રણ આરોપીઓને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટના બે આરોપી તથા ટીપ આપનાર થાનગઢનો એક આરોપી એમ ત્રણેયને લૂંટના ગુનામાં રોકડા રૂ.12,58,800 તથા લુંટના પૈસાથી ખરીદેલ જીપ તથા લૂંટમાં વપરાયેલ મારૂતી સ્વિફટ કાર, મોબાઇલ ફોન મળી કુલ રૂ.23,38,800ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.
  • સ્વિફટ ગાડીમાં અજાણ્યા બે આરોપીઓએ આવી ઇકો ગાડીને ઓવરટેક કરી લૂંટ કરી હતી

તા. 15/02/2021ના સવારના અગીયારેક વાગ્યાના અરસામાં ફરીયાદી મયુર રાઠોડ (રહે.થાનગઢ) રેડીયન્ટ કેસ મેનેજમેન્ટ સર્વીસ કંપનીના થાનગઢમાં આવેલ ગુજરાત ગેસ કંપનીના સી.એન.જી. પંપના તથા ચોટીલા ઇકોમ એકસપ્રેસ ઓફીસના, ચોટીલા-રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ રીલાયન્સ પેટ્રોલપંપના એમ ત્રણેયના મળી કુલ રૂ.22,44,648 થેલામાં લઇને ચોટીલા બેન્કમાં જમા કરાવવા રીલાયન્સના પંપેથી ઇકો ગાડીમા બેસી જતા હતા. તે દરમિયાન બોરીયાનેશ ગામથી કનૈયા હોટલ વચ્ચે હાઇવે રોડ ઉપર સફેદ કલરની કાળા કાચ વાળી નવા મોડલની સ્વિફટ ગાડીમાં અજાણ્યા બે આરોપીઓએ આવી ઇકો ગાડીને ઓવરટેક કરી, રોકાવી ફરીયાદીને આરોપીઓએ છરી વડે ઘા મારી જમણા હાથના ખંભામા તથા બાવડામા ઇજા કરી ફરીયાદી પાસેના રોકડ રૂ.22,44,648 ભરેલ થેલાની લૂંટ કરી નાસી ગયા હતા. જે અંગે નાની મોલડી પો.સ્ટે.માં ફરિયાદ દાખલ થઇ છે.

ગુન્હામાં વપરાયેલ નંબર પ્લેટ વગરની મારૂતી સ્વીફટ કાર શોધી કાઢવા ખાસ કવાયત હાથ ધરવામાં આવી હતી

રાજકોટ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંધના સીધા સુપરવિઝન હેઠળ પોલીસની અલગ અલગ ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યા આજુબાજુના તથા આરોપીઓ ગુન્હો કરી નાસેલ તે રસ્તાના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી, રાહદારી માણસોની પુછપરછ કરી, ફરીયાદીની સાથે તે કંપનીમાં કામ કરતા માણસોની તથા અન્ય શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરી, અગાઉ આવા પ્રકારના ગુન્હામાં પકડાયેલ આરોપીઓનો ડેટાબેઝ એકત્ર કરી, તેઓની હાલની પ્રવૃતિ બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સથી તપાસ શરૂ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ તથા ગુન્હામાં વપરાયેલ નંબર પ્લેટ વગરની મારૂતી સ્વિફટ કાર શોધી કાઢવા ખાસ કવાયત હાથ ધરવામાં આવી હતી.

શકદાર રાજ કોટાઇની અંગઝડતીમાંથી રોકડા રૂ.60,000 બાબતે કડકાઇથી પુછતા ભાંગી પડ્યો

આ કામે ઉંડાણપુર્વકની તપાસના અંતે સદર ગુન્હામાં અજાણ્યા આરોપીઓને કોઇ જાણભેદુએ ટીપ આપેલ હોવાની, તથા અજાણ્યા આરોપીઓ દ્વારા ફુલપ્રુફ પ્લાન બનાવી ગુન્હાને અંજામ આપેલ હોવાની હકીકત સ્પષ્ટ થતા તે દિશામાં સધન તપાસ કરતા સદર ગુન્હામાં રાજકોટના તથા થાનગઢના ગુન્હેગારો સંડોવાયેલ હોવાની શંકાસ્પદ હકીકત પ્રાથમિક રીતે જણાયુ હતુ. જેથી તે અંગે તપાસ હાથ ધરતા હ્યુમન સોર્સથી મળેલ ચોકકસ હકીકત આધારે શકદાર રાજ કોટાઇ રહે.રાજકોટ વાળાની અંગઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.60,000 બાબતે તથા ગુન્હા સમયે તેની હાજરી બાબતે કડકાઇથી પુછતા મજકુર ભાંગી પડેલ અને સદર ગુન્હો પોતે આરોપી પ્રવિણ સેણજીયા રહે.રાજકોટ હાલ રહે.થાનગઢ રૂપાવટી રોડ વાળા સાથે મળી આચરેલ છે અને ફરીયાદીની તમામ હરકતની ટીપ આરોપી રાહુલ ઉર્ફે રોય પરમાર રહે.થાનગઢ આંબડકરનગરવાળાએ આપેલ હોવાની કબુલાત આપતા મજકુર ઇસમને સાથે રાખી થાનગઢ મુકામે શકદાર પ્રવિણ ઉર્ફે બળદેવ સેણજીયાને થાનગઢ રૂપાવટી રોડ ઉપર આવેલ તેના રહેણાંક મકાનેથી તથા શકદાર રાહુલ ઉર્ફે રોય પરમારને થાનગઢ આંબડકરનગરના તેના રહેણાંક મકાનેથી રાઉન્ડ અપ કરી એલ.સી.બી. કચેરી ખાતે લાવ્યા હતા.

લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ચર્ચાસ્પદ લૂંટના ગુનેગારોને મુદ્દામાલ સાથે અટકાયત કરી

ઉપરોકત ત્રણેય આરોપીઓ પ્રવિણ સેણજીયા, રાજ કોટાઇ અને રાહુલ ઉર્ફે રોય પરમારની પુછપરછ કરતા પોતે ત્રણેયે થાનગઢના પોતાના અન્ય બે સાગરીતો સાથે મળી તા.3/12/2020ના રોજ અગાઉથી રેકી કરી થાનગઢ મફતીયાપરા બાયપાસ પાસે પસાર થતા એક મોટર સાયકલ ચાલકને રોકાવી છરી બતાવી તેની પાસેથી આશરે રૂ.48 હજારની લુંટ કરેલ હોવાની કબુલાત આપી છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ચર્ચાસ્પદ લૂંટનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી લૂંટમાં ગયેલ મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...