ચોર ઝડપાયા:રાજકોટની બાઇક ચોરીનો ભેદ સુરેન્દ્રનગર LCBએ ઉકેલ્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખમીયાણા રોડ પરથી ચોરીના બાઇક સાથે પકડાયેલ એક શખ્સે ચોરીનુ હોવાનું કબૂલ્યું

સુરેન્દ્રનગ એલસીબી પોલીસ ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોરીના બાઇક સાથે શખ્સ નીકળવાનો હોવાની બાતમી મળતા ખમીયાણા રોડ પર વોચ ગોઠવી હતી.જ્યાંથી પસાર થતા શંકાસ્પદ શખ્સની પુછપરછમાં બાઇક રાજકોટથી ચોરીનુ હોવાનુ ખુલ્યુ હતુ. બાઇક સાથે શખ્સને સી.ટી.પોલીસ સ્ટેશન આગળની કાર્યવાહી માટે સોંપાયો હતો.

સુરેન્દ્રનગરમાં એલસીબી પોલીસ ટીમ સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોરીના બાઇક અંગે બાતમી મળતા ખમીયાણા રોડ પર હેલીપેડ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન શંકાસ્પદ બાઇક સાથે શખ્સ નિકળતા અટકાવી પુછપરછ કરતાં શાંતિલાલ જગાભાઇ જીતીયા ટીંબા ગામ વઢવાણના હોવાનુ અને બાઇક મિત્ર પંકજભાઇ ભરવાડ)(રહે.રાજકોટ) પાસેથી લાવ્યાનુ અને ચોરીનુ હોવાનુ બહાર આવ્યુ હતુ.પોકેટ કોપ એપની મદદથી તપાસ કરતા બાઇકની ચોરીની ફરીયાદ રાજકોટ બીડિવીઝને નોંધાયાનુ જણાયુ હતુ.આથી બાઇક રૂ.25 હજાર સાથે આરોપીને વધુ કાર્યવાહી માટે સી.ટી. એ ડિવીઝન પોલીસ સ્ટેશન મથકે સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...