બાઇક ચોર ગેન્ગ ઝડપાઇ:સુરેન્દ્રનગર LCB પોલીસે ચોરીના 14 બાઇક સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા, કુલ રૂપિયા 3.65 લાખનો મુદ્દામાલ ઝબ્બે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર LCB પોલીસે ચોરીના 14 બાઇક સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા - Divya Bhaskar
સુરેન્દ્રનગર LCB પોલીસે ચોરીના 14 બાઇક સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા
  • સાયલાના રતનપરની સીમમાં આવેલી વાડીમાં ચોરી કરેલા બાઇક છુપાવવામાં આવ્યા હતા
  • જોરાવરનગર, સાયલા, ધજાળા, થાન, વાંકાનેર અને મોરબી સહિતના સ્થળેથી બાઇક ચોર્યાની કબુલાત

સુરેન્દ્રનગર LCB પોલીસે ચોરીના 14 બાઇક સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આરોપીઓએ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર, સાયલા, ધજાળા, થાન ઉપરાંત વાંકાનેર અને મોરબી સહીતના સ્થળોએથી બાઇક ચોરી કર્યાની કબુલાત કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર બાઇક ચોરીના બનાવો સામે આવે છે. સુરેન્દ્રનગર LCB પોલીસે ચોરીના 14 બાઇક સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં આ બાઇક ચોર ગેન્ગ દ્વારા સાયલાના રતનપર ગામની સીમમાં આવેલી વાડીમાં ચોરી કરેલા બાઇક છુપાવવામાં આવ્યા હતા.

આ ઝડપાયેલા આરોપીઓએ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર, સાયલા, ધજાળા, થાન ઉપરાંત વાંકાનેર અને મોરબી સહીતના સ્થળોએથી બાઇક ચોરી કર્યાની કબુલાત કરી છે. આ બાઇક ચોર ગેન્ગ પાસેથી ચોરીના 14 બાઇક સહિત કુલ રૂપિયા 3 લાખ 65 હજાર સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...