અકસ્માત:સુરેન્દ્રનગર કડવા પાટીદાર બોર્ડિંગના મંત્રીનું આઇશર અડફેટે ઘટનાસ્થળે મોત

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના સિંચાઇ વિભાગના નિવૃત્ત એન્જિનિયર અને કડવા પાટીદાર બોર્ડિંગના મંત્રી બાઇક લઇને 80 ફૂટ રોડ પરથી પસાર થતા હતા. ત્યારે પાછળથી પૂરપાટ આવતા આઇશરે ઓવરટેક કરીને બાઇકને અડફેટે લેતા ઉદ્યોગનગરના મુખ્ય ગેટની બાજુમાં ઘટના સ્થળે જ તેઓનું મોત થતા સમાજ તેમજ શહેરમાં શોકનો માહોલ છવાય હતો.

મૂળીના ગુજરવદી ગામના અને હાલ વઢવાણ 80 ફૂટ રોડ પટેલ સોસાયટીમાં રહેતા બળદેવભાઈ નાથાભાઈ સંઘાણી સિંચાઇ વિભાગમાં એન્જિનિયર તરીકેની ફરજ અદા કરીને નિવૃત્ત થયા હતા. અને એક દિકરો તેમજ બે દિકરીઓ સહિત પરિવારજનો સાથે રહેતા હતા. ત્યારે બળદેવભાઈ સંઘાણી બાઇક લઇને કોઇ કામ અર્થે વઢવાણ 80 ફૂટ રોડ પરથી પસાર થતા હતા.

આ દરમિયાન પાછળથી પૂરપાટ આવતા આઇસરના ચાલકે બાઇકનો ઓવરટેક કરીને ઉદ્યોગનગરના મુખ્ય ગેટ પાસે બળદેવભાઈના બાઇકને અડફેટે લઇને અકસ્માત કર્યો હતો. અકસ્માત સર્જી આઇસર મૂકી ચાલક નાસી છૂટ્યો હતો. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બળદેવભાઈનું ઘટના સ્થળે કરૂણ મોત થયુ હતુ. પોલીસ ઘટના સ્થળે પહોંચીં મૃતક બળદેવભાઈની લાશનુ ગાંદી હોસ્પિટલે પીએમ કરાવીને પરિવારજનોને સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...