તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સુરેન્દ્રનગર જક્શન સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ બેઠકમાં નવા બનતા ફૂટબ્રિજમાં લીફ્ટ, પ્લેટફોર્મ 2 પર મુસાફરો માટે પાણીની વ્યવસ્થા સહિતનાં સૂચન કરાયા

સુરેન્દ્રનગર નવાજંકશનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મંગળવારના રોજ સ્ટેશન સલાહકાર સમિતિની પ્રથમ બેઠકનું આયોજન કરાયુ હતુ. રાજકોટ ડિવિઝનના અધિકારી અસ્લમભાઇ શેખના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આર.એમ.એસ પાછળ બનતા રેલ્વે ફુટ ઓવરબ્રીજમાં લીફ્ટ મુકાવવી તથા સ્ટેશનના પ્લેટફોર્મ 2 પર મુસાફરો માટે વોટર કુલર મુકવા સહિતના પ્રશ્ને સુચન કરાયા હતા. આ બેઠકમાં સલાહકાર સમિતિના સુમિત ઉમરાણીયા, કેયુર જોશી, કમલેશ રાવલ, ડો.નિલેશ ઠક્કર, પુર્વ સભ્ય કૃણાલ રાવલ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે સ્ટેશન માસ્તર એસ.ડી.વેણ, સીએમઆઇ જણાવ્યુકે આ સુચનો રાજકોટ ઝોન અને રેલ્વે બોર્ડને મોકલાશે. આ અંગે સીએમઆઇ ભરતભાઇ સિંગલે જણાવ્યુકે આ સુચનોને રીવ્યુ થશે ઇમ્પ્લીમેન્ટ કરી રાજકોટ ડિવીઝનને મોકલવામાં આવશે તે ધ્યાને લઇ રલ્વે તંત્ર કાર્યવાહી કરશે. જ્યારે અવસાન પામેલા પુર્વ પાલિકા પ્રમુખની સલાહકાર સમિતિના લીસ્ટમાં નામ હોવા અંગે જણાવ્યુ કે આ અંગે ઝેડસીસીઆઇમાં જાણ કરી તેમનું ડેથ સર્ટી લઇ ડીઆરએમને મોકલી આપીશુ. જ્યારે ઝેડસીસીઆઇ તેમના જે નવા પ્રતિનિધી મોકલશે તેમની તેમના સ્થાને નવા સલાહકાર તરીકે વરણી કરીશુ.

અન્ય સમાચારો પણ છે...