તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાનું 270 કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રિવરફ્રંટ લંબાવવાની કામગીરીનો બજેટમાં સમાવેશ કરાયો

સુરેન્દ્રનગર, દૂધરેજ અને વઢવાણ સંયુક્ત નગરપાલિકાની આજે બજેટ લક્ષી બેઠક યોજાઇ હતી. જેમાં વર્ષ 2020-21નું સુધારેલ અને વર્ષ 2021-22નું અંદાજપત્ર બજેટ બેઠકમાં રજૂ કરાયું હતુ. આ બજેટમાં ખુલતી સિલક રૂ. 270 કરોડ 10 લાખ 69 હજાર 369 રૂ. જ્યારે ખર્ચ રૂ. 270 કરોડ 8 લાખ અને બંધ સિલક 2,69,369 રૂ. સાથેની પૂરાંત દર્શાવાઇ હતી.

પાલિકાના તમામ 52 સદસ્યોએ બજેટને સર્વાનુમતે બહાલી આપી હતી.સુરેન્દ્રનગર પાલિકાના આ બજેટમાં પાણી, શિક્ષણ, આરોગ્ય, સ્વરછતા, ટ્રાફિક સમસ્યા સહિત વિવિધ વિકાસના કામોને અગ્રતા આપવામાં આવી હતી. આ બજેટની બેઠકમાં સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, ઉપપ્રમુખ ઝંખનાબેન ચાંપાનેરી સહીત ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

આ બજેટમાં સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ સુધી રિવરફ્રન્ટ લંબાવવાની કામગીરી, પીપીપીના ધોરણે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સિટી બસ શરૂ કરવા સહિતની મુખ્ય કામગીરીનો બજેટ બેઠકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પાટડી તાલુકા પંચાયતનું 37.53 લાખની પુરાંતવાળુ બજેટ રજૂ કરાયુપાટડી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયા, કારોબારી ચેરમેન ધવલભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બજેટ અંગેની બેઠકમાં સને 2020-21 અને સને 2021-22ના વર્ષનું અંદાજપત્ર રજૂ કરાયું હતુ. જેમાં કુલ સ્વભંડોળની આવકમાં સ્ટેમ્પ ડ્યૂટીની આવક 75 લાખ, જમીન મહેસુલની આવક 2.50 લાખ, સ્ટેશનરી ખર્ચની આવક 15 હજાર, જીલ્લા પંચાયત સદસ્યની ગ્રાંટ આવક 20 લાખ અને કન્ટી જન્સીની આવક 11 લાખ ગણવામાં આવી હતી. જેમાં કુલ 1,15,45000 પુરાની અંદાજવામાં આવી હતી. જ્યારે સામે ખર્ચમાં સામાન્ય વહિવટ વિભાગ 6,17,000, પંચાયત અને વિકાસ ક્ષેત્રે 7,000, સમાજ કલ્યાણ ક્ષેત્રે 7,15,000, કુદરતી આફત ક્ષેત્રે 25,000, બાંધકામ ક્ષેત્રે 86,35,000 અને પકીર્ણ ક્ષેત્રે રૂ. 55,000 સાથે ખર્ચની કુલ 1,00,54,000ની જોગવાઇ કરવામાં આવી હતી.

આમ કુલ આવક અને ખર્ચની જોગવાઇ ધ્યાનમાં લેતા રૂ. 37,53,000ની પુરાની પૂરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ. આ બજેટ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી બાબુભાઇ સોલંકી સહિત પંચાયતના તમામ સભ્યો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો