તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહીશોનો હલ્લાબોલ:સુરેન્દ્રનગર બન્યું સમસ્યાનું શહેર ચૂંટણીમાં મત માગવા ભારે પડશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
નુરેમહંમદ સોસા.માં 6 માસથી પાણી વિતરણના ધાંધિયા - Divya Bhaskar
નુરેમહંમદ સોસા.માં 6 માસથી પાણી વિતરણના ધાંધિયા
 • શહેરમાં ક્યાંક પાણી વિતરણની બૂમો તો ક્યાંક ભૂગર્ભ ગટરનું કામ અધ્ધવચ્ચે છોડી દેવાતાં રોષ
 • વેરાની કડક ઉઘરાણી ને સુવિધા આપવામાં ઠાગાઠૈયા

જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂંગલ વાગી ચૂક્યું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પાણી, ગટર અને રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ વચ્ચે નુરેમહંમદ સોસાયટી અને જેપી શેરીના રહીશો પાલિકામાં રજૂઆત કરી રહ્યાં છે. જેથી અાગામી ચૂંટણીમાં ઉમેદવારોને સમસ્યાગ્રસ્ત વોર્ડમાં મત માંગવા ભારે પડી શકે તેવો ઘાટ સર્જાયો છે.

જેપી શેરી નં.1માં ભૂગર્ભ ગટરનું કામ અધૂરું છોડી દેવાયું
જેપી શેરી નં.1માં ભૂગર્ભ ગટરનું કામ અધૂરું છોડી દેવાયું

સુરેન્દ્રનગર નુરેમહંમદ સોસાયટીમાં છેલ્લા છ માસ કરતા વધુ સમયથી અનિયમિત અને અપુરતા પાણી વિતરણથી સ્થાનિકો તોબા પોકારી ગયા છે. પાણીની પળોજણથી કંટાળેલી મહિલાઓએ પાલિકામાં કચેરી હલ્લાબોલ કર્યો હતો અને ચીફ ઓફીસર તેમજ એન્જીનીયરને ઉગ્ર રજૂઆત કરી નિયમિત અને પુરતા પ્રમાણમાં પાણી આપવા માંગ કરી હતી. તો જેપી શેરી નંબર 1 માં ભૂગર્ભ ગટરનું કામ શરૂ કર્યા બાદ માત્ર બે દિવસમાં જ બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ હતી. પાલિકા દ્વારા વેરાની ઉઘરાણી કડક કરવામાં આવે પરંતુ સુવિધા આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાનો પણ મહિલાઓએ આક્ષેપ કર્યો હતો.

નુરેમહંમદ સોસાયટીમાં અંદાજે 400 થી વધુ મકાનોમાં 1400 થી વધુ લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અનિયમિત અને અપુરતું પાણી વિતરણ થતું હોવાની રાવ સાથે સ્થાનિકો મહિલાઓ પાલિકા કચેરીમાં રજૂઆત કરવા દોડી આવી હતી. જ્યાં રજૂઆત કરતા જણાવ્યું કે પાણી વિતરણનો કોઇ સમય જ નક્કી નથી ક્યારેક સવારે 7 વાગ્યે તો ક્યારેક બપોરે અને કોઇ વાર છેક સાંજે પાણી વિતરણ કરવામાં આવે છે. અને તે પણ પુરતા પ્રમાણમાં ન મળતું હોવાથી કાયમ પાણીની તંગીનો સામનો કરવો પડે છે. અમારા વિસ્તારમાં મોટા ભાગના મધ્યમવર્ગના લોકો રહેતા હોવાથી લોકો વેચાતુ પણ પાણી લઇ શકે તેવી સ્થિતી નથી ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ છે. આ અંગે એન્જીનીયર કે.જી.હેરમાએ જણાવ્યું કે પાલિકાની ટીમેન સુચના આપી દેવામાં આવી છે રૂબરૂ સ્થળ પર તપાસ કરી પુરતા પ્રમાણમાં પાણી મળે તેવી વ્યવસ્થા કરાશે.

તો બીજી તરફ સુરેન્દ્રનગર જેપી શેરી નંબર 1 માં આવેલા ખાનગી હોસ્પિટલની બાજુની શેરીમાં પાલિકા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરની લાઇન નાંખવાની કામગીરી હાથ ધરાઇ હતી. પરંતુ બે દિવસ ખોદકામ કર્યા બાદ અચાનક કામ બંધ કરી દેવામાં આવતા સ્થાનિકો પાલિકા કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા. જ્યાં લેખીત રજૂઆતમાં જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર માટે જે જગ્યા પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે તે અંગે સોસાયટીના જ એક વ્યક્તિ દ્વારા તે જમીન તેની માલિકીની હોવાનું કહી કામ અટકાવી દેવામાં આવ્યું છે. અગાઉ ગેસલાઇન, પાણીની લાઇન પણ નાંખવામાં આવી છે તેમ છતાં આ વ્યક્તિ દ્વારા કામ રોકી દેવામાં આવ્યું છે. સાંકડી શેરીમાં એક તરફ ખોદકામ અને બીજી તરફ ભૂગર્ભ ગટરના પાઇપ પડેલા છે જેથી વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો પણ ભય રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો