181ની સરાહનીય કામગીરી:સુરેન્દ્રનગરની યુવતીને પરિણીત પુરુષ સાથે પ્રેમ થયો, દગો મળતાં ક્યાયની ન રહી, અભયમ ટીમે સખી વન સ્ટોપમાં આશ્રય આપ્યો

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામમાં રહેતી યુવતી જે શ્રમજીવી પરિવારમાંથી મોટી થઇ હતી. અને અન્યના ખેતરમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય આ યુવતીને દોઢ વર્ષ પહેલા મજૂરી કામ કરવા જતા ખેતરના માલિક જે પરણિત પુરૂષ ત્રણ સંતાનના પિતા હોય તેની સાથે પ્રેમ થઈ જતા યુવતી અવારનવાર તેને મળવા જતી અને વાતચીત કરતી હતી. સાત મહિનાના પ્રેમસબંધમાં રહ્યા બાદ તે પુરુષ યુવતીને લગ્નની લાલચ આપીને પોતાના ગામમાં ઘરે લઈ જાય છે. અને ગામમાં પોતાના જૂના ઘરે યુવતીને રાખે છે. તથા બહારથી હંમેશા તાળું મારીને સગીરાને પૂરી રાખતો હતો જે યુવતીએ જણાવ્યું હતુ. તે પરણિત પુરૂષ અવાર-નવાર તેના જૂના ઘરે યુવતીને મળવા જતો હતો. અને યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો. તેમજ તે યુવતી માટે રોજે દૂધ,શાકભાજી તથા નાસ્તો લઈને મળવા માટે જતો હતો. શરૂઆતના ત્રણ-ચાર મહિના યુવતીને તે પુરૂષ બહુ જ ખુશ રાખતો હતો અને તેની જરૂરિયાત તમામ ચીજવસ્તુઓ લાવી આપતો હતો.

પરંતુ પાંચ મહિના રહ્યા બાદ યુવતી તે પુરૂષને લગ્ન કરવા માટે જણાવે છે તથા પરિવાર સાથે રહેવા માટે જણાવે છે. ત્યારે એ પરણિત પુરૂષ યુવતીની વાતને ટાળતો હતો.આથી લગ્નનો આપેલો વાયદો પુરૂષે પૂરો ન કરતા યુવતી અવારનવાર લગ્ન માટે દબાણ કરતી હતી. પરંતુ સગીરાને કોઈ પણ વાત તે પરણિત પુરૂષ માનતો ન હતો. આથી એક સમયે જ્યારે એ પુરૂષ ઘરે હાજર ના હતો. ત્યારે સગીરા ઘરની દિવાલ કૂદીને ભાગી જઈને જુનાગઢ જતી રહી હતી. એ બાબતની જાણ એ પુરૂષને થતા યુવતીનો પીછો કરતા કરતા જુનાગઢ પાછળ પાછળ જઈને યુવતીને ફરીથી લલચાવી, ફોસલાવીને પાછી ઘરે લઈ આવે છે. તેમજ ઘરે લઈ આવીને યુવતીને અવારનવાર મારઝૂડ કરતો હતો. તથા સાથે ના રહે તો મારી નાખવાની ધમકી પણ આપતો હતો. દોઢ વર્ષથી યુવતી એક જ ઘરમાં રહીને તે પરણિત પુરૂષ તેની સાથે દગો કરેલો છે. તે જાણીને યુવતી હવે તેની સાથે રેહવા માંગતી ના હોય પરંતુ યુવતીને તે પુરૂષના ઘરેથી કઈ રીતે નિકળવું તે ખબર ન હતી.

આથી યુવતીએ 181 મહિલા હેલ્પલાઇન અભયમમાં કોલ કરીને પોતાની સમસ્યા જણાવીને મદદ માંગી હતી. 181 અભયમ ટીમને આ બાબતની જાણ થતા કાઉન્સિલર મધુબેન વાણીયા, કોન્સ્ટેબલ રંજનબેન વાઘેલા તેમજ પાયલોટ યશવંતભાઈ ગોસ્વામી તુરંત યુવતીની મદદ માટે તે પુરૂષના ગામમાં પહોંચી ગયા હતા. અને ગામમાં તેના જૂના ઘરે જઈને પરણિત પુરૂષને બોલાવીને તેની પાસે તેના ઘરનું તાળું ખોલાવીને યુવતીને ઘરમાંથી બહાર લાવીને તેની સાથે વાતચીત કરી હતી. અને યુવતીનું કાઉન્સિલિંગ કર્યું હતુ. ત્યાર બાદ દોઢ વર્ષથી એક જ ઘરમાં રહેલી યુવતીને ત્રણ સંતાનના પિતાના બંધનમાંથી મુક્ત કરાવી હતી. અને તે પરણિત પુરૂષ સાથે વાતચીત કરીને તેને કાયદાનું ભાન કરાવી હતી. યુવતીના પરિવારજનો યુવતીના ઘર છોડ્યા બાદ તેને બોલાવતા ન હતા કે યુવતી સાથે કોઈપણ જાતનો વ્યવહાર ન રાખતા હતા. આથી યુવતી હાલ તેના પરિવારજનો પાસે જવાની ના કહે છે, માટે યુવતીને હાલ સુરેન્દ્રનગરમાં સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરમાં યુવતીને સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો. ત્યારે યુવતીએ દિલથી 181 અભયમ ટીમનો આભાર માન્યો અને લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...