તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો રાહ:સુરેન્દ્રનગરના ખેડૂતે રણની બંજર જમીનમાં 66000 ઊંટમોરડના દુર્લભ છોડનુ સફળ વાવેતર

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના ખેડૂતે રણની બંજર જમીનમાં 66000 ઊંટમોરડના દુર્લભ છોડનુ સફળ વાવેતર - Divya Bhaskar
સુરેન્દ્રનગરના ખેડૂતે રણની બંજર જમીનમાં 66000 ઊંટમોરડના દુર્લભ છોડનુ સફળ વાવેતર
  • રણની ઉજ્જડ જમીનમાં નિવૃત કર્મચારીની અથાગ મહેનત અંતે રંગ લાવી

રણની વેરાન અને બંજર જમીનમાં લિલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી ઘટના છે. ત્યારે રણકાંઠાના નિવૃત્ત કર્મચારીએ ત્રણ વર્ષની અથાગ મહેનત બાદ રણની ઉજ્જડ જમીનમાં 66000 જેટલા દુર્લભ ઊંટ મોરડનું સફળ વાવેતર કરી તાલુકાના અન્ય ખેડૂતોને અનોખો રાહ ચિંધ્યો છે.

રણકાંઠાના નિવૃત્ત કર્મચારી મેરૂભાઇ ખેમાભાઇ કડે થોડા સમુ અગાઉ રણની વેરાન અને બંજર ગણાતી 25 હેક્ટર જમીનમાં રણમાં જોવા મળતી દુર્લભ ઊંટ મોરડ સહિતના વિવિધ છોડ ઉગાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે ત્રણ વર્ષની અથાગ મહેનત બાદ હાલમાં આ રોપા કેડ સમાણા ઊભા છે. આ ઉપરાંત મેરૂભાઇ કડે પાટડી હિંમતપુરા રોડ પર 15 હેક્ટરમાં ગુદી, પીલુ, સપ્તપણ, પારષ પીપળો અને લીંબડા સહિત 36,660 રોપાઓનું સફળ વાવેતર કરી જીવની જેમ ઉછેર કર્યા હતા. આ અંગે નિવૃત કર્મચારી મેરૂભાઇ કડે જણાવ્યું કે, કચ્છના નાના રણમાં વચ્છરાજબેટ વિસ્તારમાંથી દુર્લભ ઊંટ મોરડ વનસ્પતિના બી લાવી 6-8 મહિનાની અથાગ મહેનત બાદ રોપા તૈયાર કરી ચોમાસા પહેલા એનું વાવેતર કરવામાં આવે છે. કચ્છના નાના રણમાં જોવા મળતી અકેશીયા વનસ્પતિના વાવેતરનો પણ સફળ અખતરો કર્યો હતો.

મેરૂભાઇએ પાણીના સંગ્રહ માટે પાંચ વનતળાવ પણ બનાવ્યાં હતારણમાં પોતે વાવેતર કરેલા 66,000થી વધુ રોપા બળી ન જાય એ માટે આ યુવાને આ વિસ્તારમાં સુંદર મજાના ગોળ તળાવ પણ બનાવ્યાં છે. જે ચિક્કાર પાણીથી ભરી દેવાયા બાદ આ પાણી વૃક્ષોના ઉછેર માટે ખુબ જ ઉપયોગી બને છે.

આ ઊંટ મોરડમાંથી ખોરાક અને પાણી બંને મળે છે : મેરૂભાઇ કડ ( નિવૃત કર્મચારી )વેરાન રણમાં ઊંટ, ઘૂડખર કે નીલગાય (રોઝ) સહિતના પ્રાણીઓ માટે ખોરાક અને પાણી ન મળે તો આ ઊંટ મોરડ વનસ્પતિમાંથી એમને ખોરાક અને પાણી બંને મળી રહે છે. અને જો કોઇ માણસ રણમાં ભુલુ પડ્યું હોય તો એ આ વનસ્પતિ ખાય તો એને 8થી 10 કલાક સુધીની રાહત મળી જાય છે. અને રણમાં ભુલેલો વ્યક્તિ એના ટાર્ગેટ સુધી પહોંચી જાય છે.

અન્ય સમાચારો પણ છે...