તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલન:સુરેન્દ્રનગર જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘે મૌન ધરણા યોજ્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘે મૌન ધરણા યોજ્યા - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘે મૌન ધરણા યોજ્યા
  • રજૂઆતો બાદ પણ પ્રશ્ન હલ ના થતા શિક્ષકોમાં રોષ

સુરેન્દ્રનગર જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નોને લઇ શિક્ષકોએ સરકારી અધિકારી અને આગેવાનોને રજૂઆત કરી હતી. આમ છતા કોઇ ઉકેલ ન આવતા શિક્ષક સંઘના આગેવાનોએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બહાર કાળી પટ્ટી ધારણ કરી ધરણા કર્યા હતા.જો હજુ પણ કાંઇ નિવેડો ન આવેતો આશ્ચર્યજનક કાર્યક્રમ અને આંદોલનની ચિમકી આપી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના 1200થી વધુ શિક્ષકોના વિવિધ પ્રશ્નોને લઇ પરેશાની છે.જેમાં પાંચ વર્ષથી ફિક્સ પગારની નોકરી તમામ હેતુ સળંગ ગણવા બાબત, સાતમા પગાર પંચનું એરીયર્સ ચુકવવા, શિક્ષણ વિભાગના ઠરાવમાં સચિવાલય ગાંધીનગરના બિનશરતી ફાજલ પરીપત્રમાં વિસંગતતા વાંધા જનકમુદા દુરકરવા, સીપીએફ પેન્શન યોજના નાબુદ કરી જીપીએફ યોજના અમલ કરવા પ્રશ્નો છે.

આ અંગે વારંવાર લેખિત રજૂઆતો છતા ઉકેલ ન આવતા શિક્ષકોએ માર્ચ 2019ની એસએસસી, એચએસસીની પરીક્ષા બહિષ્કાર કર્યો હતો.આથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રીની હાજરીમાં તમામ પ્રશ્નો સ્વિકારી સમાધાન થયુ, પરંતુ તેનો અમલ ન થતા. શિક્ષક સંઘના સહદેવસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ પરમાર, ભરતભાઇ વેઢળ, લયલેશકુમાર પરમાર સહિત આગેવાનોએ શનિવારે બહુમાળી ભવન શિક્ષણાધિકારીની કચેરી બહાર મંડપ છાવણીમાં કાળીપટ્ટીધારણ કરી મૌન ધરણા કર્યા હતા.

આ અંગે તેઓએ જણાવ્યુ કે માં શિક્ષકોના પ્રશ્ને અધિકારીઓ અને આગેવાનોને રજૂઆત છતા ઉકેલ ન આવતા સરકાર સામે ઉગ્રરોષ છવાયો છે.જો અમારી માંગ પુરી નહીં થાયતો ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના સંકલનમાં રહી આગામી આશ્ચર્યજનક કાર્યક્રમો અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં પ્રતિક ઉપવાસની ચિમકી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...