તાપમાન વધારો:સુરેન્દ્રનગર જિલ્લામાં  છેલ્લા 2 દિવસમાં તાપમાનમાં 0.2 ડિગ્રીનો વધારો નોંધાયો

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. જેમાં 2 દિવસમાં 0.8 ડિગ્રી તાપમાન વધારો નોંધાયો હતો. જે ગુરુવારે ગરમીનો પારો ફરી ઊંચકાઇ 1 દિવસમાં 0.2 ડિગ્રી વધી ગયો હતો. જેમાં બુધવારે લઘુતમ તાપમાન 26.8 અને મહત્તમ 42.5 ડિગ્રી રહ્યું હતું. જ્યારે હવાની ગતિ 8 કિમી તથા ભેજનું પ્રમાણ 23 ટકા રહ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ફરી ગરમીના પારાએ માથું ઊંચક્યું છે. જેના કારણે સતત 2 દિવસથી તાપમાનમાં વધારો નોંધાઇ રહ્યો છે. બુધવારે તાપમાનમાં 0.8 ડિગ્રીનો વધારો થયો હતો. જેમાં ગુરુવારે પણ 0.2 ડિગ્રી તાપમાનમાં વધારો થવા પામ્યો હતો. જેમાં ગુરુવારે લઘુતમ તાપમાન 26.8 અને મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

જ્યારે ગુરુવારે હવાની ગતિ 8 કિમી અને ભેજનું પ્રમાણ 23 ટકા રહ્યું હતું. આમ ગરમીમાં સતત ઘટાડા બાદ ફરી ગરમીનો પારો ઊંચકાવાની શરૂઆત થઇ છે. જિલ્લાવાસીઓએ ગુરુવારે દિવસમાં સવારથી સાંજ સુધીમં 15.7 ડિગ્રી તાપમાનમાં ફેરફાર અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...