તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનમાં સુરેન્દ્રનગર જિલ્લો 20મા ક્રમે

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં મંગળવારે 6464 લોકોએ રસી લીધી

સમગ્ર રાજયમાં કોરોનાના વેક્સિનેશનની કામગીરી તેજ કરાઈ છે. 13 જુલાઈને મંગળવાર સાંજના 7 કલાક સુધીમાં રાજ્યભરમાં કુલ 2.83 કરો લોકોએ વેક્સિન લીધી હતી. તેમાંથી સુરેન્દ્રનગર જિલ્લો અત્યાર સુધીમાં કુલ 5.78 લાખ લાભાર્થીઓે વેક્સિન આપીને સમગ્ર રાજયમાં 20માં ક્રમે છે. રાજયમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશન પ્રથમ ક્રમે, સૌથી ઓછા રસીકરણ સાથે ડાંગ જિલ્લો રહ્યો હતો. એપ્રિલ અને મે માસમાં કોરોનાના કારણે આરોગ્ય તંત્ર સહિત લોકોને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

કોરોના તેમજ ત્રીજી લહેરને લઇને કેન્દ્ર અને રાજયના આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિનેશનની કામગીરીને તેજ કરવા ઉપર ભાર મૂકયો છે. છેલ્લાં થોડા દિવસોથી વેક્સિનના ડોઝ ફાળવવામાં કાપ કરાતા તેની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં 12 લાખ લોકોનુ રસીકરણ કરવાનો લક્ષ્યાંક છે. ત્યારે સમગ્ર રાજયમાં તા. 13 જુલાઈને મંગળવારે સાંજના 7 કલાક દરમિયાન કુલ અત્યાર સુધીમાં 2,83,68,489 લોકોને વેક્સિન આપી છે. તેમાં પ્રથમ ડોઝ 2,18,54,780 તેમજ બીજો ડોઝ 65,13,709 લોકોને આપવામાં આવ્યો હતો. જ્યારે પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે રહેલા સમયગાળામાં વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લીધા બીજા ડોઝ માટે 84 દિવસનો ગાળો રહે છે. ત્યારે સમગ્ર રાજયના તમામ જિલ્લાઓની કામગીરીમાં સુરેન્દ્રનગર જિલ્લાએ તા. 7 જુલાઈને સાંજના 7 કલાક સુધીમાં 5.75 લાખ લોકોને રસી આપતા હાલ સમગ્ર રાજયમાં 20 ક્રમે રહ્યો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાથી વેક્સિનેશનમાં ભાવનગર 19માં ક્રમ સાથે આગળ તેમજ અમરેલી જિલ્લો 21માં ક્રમ સાથે પાછળ રહ્યો હતો.

સમગ્ર રાજ્યમાં 21 જિલ્લાનું અત્યાર સુધીનું રસીકરણ

ક્રમજિલ્લોરસીકરણ
1અમદાવાદ કોર્પોરેશન32,27,194
2સુરત કોર્પોરેશન23,46,060
3વડોદરા કોર્પોરેશન13,48,802
4બનાસકાંઠા11,26,050
5મહેસાણા10,31,724
6રાજકોટ કોર્પોરેશન9,73,331
7આણંદ8,97,767
8ખેડા8,28,688
9કચ્છ8,20,013
10ભરૂચ7,76,487
11અમદાવાદ7,61,929
12વડોદરા7,48,048
13દાહોદ7,28,393
14રાજકોટ7,08,788
15વલસાડ7,08,087
16સુરત6,52,967
17સાબરકાંઠા6,45,186
18પંચમહાલ6,42,366
19ભાવનગર5,95,164
20સુરેન્દ્રનગર5,78,385
21અમરેલી5,33,208

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...