ચોટીલા નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાતા વિજય સરઘસ યોજાયુ હતું.. નગરપાલિકા 24 બેઠક માં માત્ર 2 બેઠક પર વિજય બનતા કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. ભાજપને 22 બેઠક મળી છે.ધ્રાંગધ્રા તાલુકા પંચાયતમાં ભાજપે એક તરફી જીત હાંસલ કરી છે. કુલ 20 પૈકી 18 બેઠક પર ભાજપને જીત મળી છે. તાલુકા પંચાયત ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપની બની છે.લીંબડી નગરપાલિકામાં વોર્ડ નંબર ૬ ના ઉમેદવાર મેરાભાઇ ભરવાડ ને ગભીર ઇજાગ્રસ્ત હાલતમાં લીંબડી હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.