હાલાકી દૂર કરવા માગ:સુરેન્દ્રનગર જિલ્લા NSUI દ્વારા વિદ્યાર્થીઓને એસ.ટી બસની અગવડતાના મામલે ડેપો મેનેજરને રજૂઆત કરી

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લા NSUI દ્વારા વિદ્યાર્થીઓને એસ.ટી બસની અગવડતાના મામલે ડેપો મેનેજરને રજૂઆત કરી - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લા NSUI દ્વારા વિદ્યાર્થીઓને એસ.ટી બસની અગવડતાના મામલે ડેપો મેનેજરને રજૂઆત કરી
  • સાયલા-ચુડા-વઢવાણ જેવા ગામના રૂટ પરથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને હાલાકી પડતી હોવાની રજૂઆત

સુરેન્દ્રનગર જીલ્લામાં એસ.ટી બસની અગવડતાના લીધે સાયલા,ચુડા અને વઢવાણ જેવા ગામોના રૂટ પરથી અપ-ડાઉન કરતા વિધાર્થીઓને ખૂબ હાલાકી પડી રહી છે. આથી સુરેન્દ્રનગર જિલ્લા NSUI દ્વારા વિદ્યાર્થીઓને એસ.ટી બસની અગવડતાના મામલે ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત કરાઇ છે.

સુરેન્દ્રનગરમાં હાલ જ્યારે શાળાઓ અને કોલેજો ખુલવા પામી છે, ત્યારે એસ.ટી બસની અગવડતાના લીધે સાયલા ચુડા વઢવાણ વગેરે જેવા ગામોના રૂટ પરથી અપ-ડાઉન કરતા વિધાર્થીઓને ખૂબ હાલાકી પડી રહી છે. ઘણી વાર બસ મોડી આવે ઘણી વાર બિલકુલ જગ્યા જ ન હોઈ આવા પ્રશ્નોના લીધે વિધાર્થીઓને ખૂબ રાહ જોવી પડે છે.

આથી આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લા NSUIના પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા, પાર્થરાજસિંહ ઝાલા વગેરેએ સુરેન્દ્રનગર એસ.ટી ડેપોના મેનેજરને રૂબરૂ મળી લેખિતમાં આવેદન પાઠવી આ પ્રશ્નનું જલ્દી નિરાકારણ કરવા જણાવ્યું છે. અને જલ્દીથી નિવારણ નહીં આવે તો આગામી સમયમાં વિધાર્થીઓને સાથે રાખીને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...