વેક્સિનેશન:સુરેન્દ્રનગર જિલ્લામાં 8 દિવસ બાદ સૌથી વધુ 20871 લોકોનું રસીકરણ

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં રવિવારે માત્ર 27 લોકોએ જ રસી લીધી હતી. જ્યારે સોમવારે રસીકરણમાં ઉત્સાહ જોવા મળતા એક દિવસમાં 20871 લોકોએ રસી લીધી હતી. જેના કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ રસીકરણનો આંક 14,57,540 પર પહોંચી ગયો હતો. બીજી તરફ સોમવારે બીજા ડોઝનું પ્રમાણ વધુ રહ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 17 સપ્ટેમ્બરે 15,355 પ્રથમ, 34,839 લોકોએ બીજા ડોઝ સાથે કુલ 50,194 લોકોનું રસીકરણ થયું હતું. પરંતુ ત્યારબાદના દિવસોમાં રસીકરણનો લાભ લોકો ઓછો લેતા જણાયા હતા. રવિવારે 30,000 જેટલો રસીનો ડોઝ આવતા 4 ઓક્ટોબરે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 66 કેન્દ્ર પર રસીકરણ શરૂ થતા એક જ દિવસમાં 20,871 લોકોએ લાભ લીધો હતો. જેમાં 16760 લોકોએ તો બીજો ડોઝ પૂર્ણ કર્યો અને 4111 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. છેલ્લાં 18 દિવસો બાદ ફરી વધુ એકવાર એક જ દિવસમાં સૌથી વધુનું રસીકરણ થયું હતું. જેના કારણે અત્યાર સુધીમાં 10,29,291 પ્રથમ અને 4,28,249 બીજા ડોઝ સાથે કુલ 14,57,540 લોકોએ રસી લીધી હતી. જિલ્લાના 7,70,452 પુરૂષો તેમજ 6,86,863 મહિલાઓએ કોવિશિલ્ડની 12,79,113 અને 1,78,427 કોવેક્સિનની રસી મૂકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...